fbpx

પાટણ લેઉવા પાટીદાર યુવા સંગઠન ના દશાબ્દી મહોત્સવ ની ઉજવણી પ્રસંગે 55 મણ નો એકતા લાડુ તૈયાર કરાશે…

Date:

પાટણ તા. ૧૭
લેઉવા પાટિદાર યુવા સંગઠન પાટણના દશાબ્દી મહોત્સવ અંતર્ગત સમાજના યુવાનો દ્વારા વર્ષ દરમ્યાન વિવિધ સેવાકાર્યો જેવા કે આરોગ્ય, શિક્ષણ અને વ્યસન મુક્તિના પ્રોજેક્ટનો નિર્ધાર વ્યકત કરવામાં આવ્યો છે ત્યારે આ દશાબ્દી મહોત્સવ ની ઉજવણી પણ આગામી તા. 19 મેં ને રવિવારે શહેરના લેમોનેટ પાર્ટી પ્લોટ ખાતે સમાજના મહાનુભાવોને ઉપસ્થિતિ વચ્ચે આયોજિત કરવામાં આવ્યો હોય દશાબ્દિ મહોત્સવ નિમિત્તે યોજાનારા સેવાકીય કાર્યકર્મોની જાણકારી આપતાં યુવા સંગઠનના પ્રમુખ રોહન પટેલ અને ઉપપ્રમુખ હાર્દિક પટેલ જણાવ્યું હતું

કે પાટણ લેઉવા પાટીદાર યુવા સંગઠન દ્વારા અનેક રચનાત્મક અને સેવાકીય કાયૅ કરવામાં આવે છે કોરાના સમયે કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે નિશુલ્ક મોસંબી જયુસ ની સેવા,સમાજના વડિલો માટે વડિલ વંદના યાત્રા પ્રવાસ, મેડિકલ સેવા, શિક્ષણ સેવા સહિત અનેક સેવાકીય કાયૅ કરવામાં આવતા હોય છે ત્યારે સંગઠનના દશાબ્દી મહોત્સવ ને યાદગાર બનાવવા સમાજની એકતા સ્વરૂપે એકતા લાડુ બનાવવા માં આવશે જે લાડુ બનાવવા માટે 900 કિલો શુદ્ધ ઘી, 300 લિટર દૂધ,1200 કિલો ખાંડ, 2000 કિલો લોટનો ઉપયોગ થશે.

આ એકતા લાડુ ને કુરિવાજો નાબૂદ લાડુ, વ્યશન મુક્ત લાડુ પ્રસાદ રૂપે ઉત્તર ગુજરાત ના પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના 53 ગામોમાં વસવાટ કરતાં 42 લેઉવા પાટીદારો સાથે સમગ્ર ગુજરાત, પરપ્રાંત અને અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિત વિદેશની ધરતી પર ધંધા રોજગાર માટે સ્થાયી થયેલ 42 લેઉવા પાટીદાર ના પરિવાર સુધી પહોચાડવામાં આવશે.

“સમાજ એકતા થી રાષ્ટ્રીય એકતા” ના સૂત્ર સાથે સમાજને જોડવા માટે 42 લેઉવા પાટીદાર યુવા સંગઠન દ્વારા દશાબ્દી મહોત્સવ અંતર્ગત આખું વર્ષ આરોગ્ય , શિક્ષણ અને વ્યસન મુક્તિના પ્રોજેક્ટ કરવાનો નિર્ધાર કરાયો હોય જેના ભાગરૂપે 19 મે ને રવિવારે પાટણમાં અંદાજે રૂ. 30 લાખના ખર્ચે સમાજની 2300 મહિલાઓનું ગર્ભાશયના કેન્સરનું પરીક્ષણ કરાશે.

550 દીકરીઓને ગર્ભાશય કેન્સર વિરોધી વેક્સિન અપાશે.તો આ તમામ દીકરીઓ અને મહિલાઓનું સ્ટેમસેલનું ટેસ્ટિંગ કરાશે. “યુવાનો ધારે તે કરે”કહેવત ને 42 લેઉવા પાટીદાર યુવા સંગઠન સાર્થક કરી રહ્યું છે. વર્ષ 2014માં માત્ર 50 યુવાનોથી શરૂ થયેલા આ સંગઠન દસ વર્ષમાં 2200 યુવાનોનું મંડળ બન્યું છે. અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ થકી સુવાસ ફેલાવી રહ્યું છે.

તેના દશાબ્દી મહોત્સવ અંતર્ગત સમાજ ની બહેન દીકરીઓની ચિંતા કરી 19 મે ના રોજ પાયોનિયર સ્કૂલ ગોલાપુર લેમોનેટ ફાર્મ ખાતે સમાજની 25 થી 65 વર્ષની 2300 મહિલાઓનું ગર્ભાશયના કેન્સર માટે પરીક્ષણ કરાશે અને 9 થી 14 વર્ષની 550 દીકરીઓને ગર્ભાશય કેન્સર વિરોધી રસી અપાશે.

2850 મહિલાઓ અને દીકરીઓના સ્ટેમ સેલ નું ટેસ્ટિંગનું પૃથ્થકરણ થશે. ઉપરાંત તેમનું ડાયાબિટીસ બીપી સહિત બોડી ચેકઅપ પણ કરાશે. આરોગ્યને લગતી કામગીરી માટે 15 ગાયનેકોલોજિસ્ટ, પાંચ પીડીયાટ્રીક, 55 નર્સ,5 એમ.બી.બી.એસ તબીબ, 45 બેડ અને 200 સ્વયં સેવિકાઓ જોડાશે. સવારે 8:00 થી સાંજે 6:00 સુધી આ કામગીરી ચાલશે.

દશાબ્દી મહોત્સવનું નિમંત્રણ સમાજના 10000 ઘર સુધી પહોંચાડવામાં આવ્યું છે. સાથે 10000 લોકોને વોટ્સએપ મેસેજ અને કોલ મારફતે આમંત્રણ આપવામા આવ્યું છે. મહોત્સવમાં છેલ્લા છ વર્ષમાં સરકારી, અર્ધ સરકારી અને સહકારી માળખામાં નોકરી પ્રાપ્ત કરી હોય તેવા સમાજના 106 દીકરા અને દીકરીનું સન્માન થશે. દાતાઓનું સન્માન થશે. વેક્સિન અને ટેસ્ટ માટે સમય પ્રમાણે ગામ નક્કી કર્યા મુજબ કાયૅ કરાશે.

વર્ષો પહેલા પૂર્વ મુખ્યમંત્રી કેશુ બાપાએ સુરતમાં એકતા લાડુ બનાવ્યો હતો તે ઇતિહાસ ફરી 19 મે ના રોજ પાટણમાં દોહરાવી બંધુત્વ ભાવના જાગે તે માટે 40 ફૂટ ઊંચાઈ 50 બાય 50 ના ઘેરાવા સાથેનો એકતા લાડુ બનાવાશે.આ માટે 53 ગામોમાં 4400 ઘરોમાંથી એક મુઠ્ઠી ઘઉં સામાજિક એકતા સદભાવના અને સમર્પણના સંદેશ સાથે એકત્રિત કરાયા છે.

લાડુનો પ્રસાદ ગુજરાત પરપ્રાંત અને અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયામાં વસતા સમાજના 10,000 ઘરોમાં પહોંચાડવામાં આવશે તેવું યુવા સંગઠનના પ્રમુખ અને ઉપપમુખે જણાવ્યું હતું. પાટણ બેતાલીસ લેઉવા પાટીદાર યુવા સંગઠન દ્વારા સમાજના સેવા કાયૅની સાથે સાથે સાંતલપુર પંથક ના અગરીયા પરિવારની કુપોષિત મહિલાઓને પોષણયુક્ત બનાવવાનો ભગીરથ પ્રયાસ પણ ટુક સમય માં હાથ ધરવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

ચાલુ સાલે યુનિવર્સિટીમાં ફરજ બજાવતા બિનશૈક્ષણિક સ્ટાફનું વેકેશન કેન્સલ કરાયું..

પાટણ તા. ૧૮હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી દ્વારા દર વર્ષે...

પાટણ માર્ગ મકાન વિભાગ દ્વારા હાઇવે માર્ગો પર ટ્રાફિક ઇન્ફર્મેશન ને લઈ 14 ટીમ કામે લગાડી..

પાટણ માર્ગ મકાન વિભાગ દ્વારા હાઇવે માર્ગો પર ટ્રાફિક ઇન્ફર્મેશન ને લઈ 14 ટીમ કામે લગાડી.. ~ #369News

શહેરના માધવનગર વિસ્તારની પાણીની સમસ્યા હલ કરવા પાલિકા પ્રમુખે ટીમને કામે લગાડી..

ફિલ્ટર પ્લાન્ટ ની લાઈન માંથી જોડાણ આપવા જેસીબી મશીન...