fbpx

પાટણ માં નો પરિવાર દ્વારા રવિવારે એપીએમસી હોલ ખાતે નેહલ ગઢવી દ્રારા એક યાત્રા મારાથી આપણા સુધી ની પ્રસ્તુતિ કરાશે..

Date:

પાટણ તા. ૩૧
પાટણ શહેરમાં અનેકવિધ પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓ કાયૅરત છે ત્યારે પાટણ ના પનોતા પુત્ર અને પ્રદેશ
ભાજપના પૂવૅ મહામંત્રી અને તાજેતરમાં જ જેઓની ભાજપ સદસ્યતા અભિયાન ૨૦૨૪ ના પ્રદેશ ઈન્ચાર્જ તરીકે ની મહત્વ ની જવાબદારી સોંપવામાં આવી છે તેવા કે. સી. પટેલ દ્વારા પાટણના પ્રબુધ્ધ નગરજનો ને સાથે રાખીને સ્થાપિત કરવામાં આવેલ માં નો પરિવાર સંસ્થા દ્વારા અવારનવાર લોકજીવન અને રાષ્ટ્રને સ્પૅશતા કાર્યક્રમ આયોજિત કરવામાં આવતાં હોય છે. આગામી તા. ૮ સપ્ટેમ્બર ને રવિવારે રાત્રે ૮-૩૦ કલાકે શહેરના એપીએમસી હોલ ખાતે આયોજિત જાણીતા લેખક- ઈતિહાસ કાર નેહલ ગઢવી દ્ધારા
એક યાત્રા મારાથીઆપણા સુધી ની પ્રસ્તુત કરવામાં આવનાર છે.

ત્યારે મારું અને આપણું એ વચ્ચેનો એક સંવાદજ્યારે પાટણમાં મા નો પરિવાર દ્વારા થઈ રહ્યો છે ત્યારે આ વાતને બહુ જ વિચારવી રહી કે હકીકત આ વસ્તુ શું છે અને આનો સાદો વિચાર એક પત્રકાર તરીકે મારા એટલે કે યશપાલ સ્વામી ના મગજમાં ત્રણ કન્ટ્રીઓ ચાઇના,જાપાન અને ઇઝરાયેલ થી ઉદભવ્યો મને ખ્યાલ એટલા માટે આવ્યો કે મારું અને આપણું શું કહેવાય એનો ખ્યાલ જોવો હોય તો ઇઝરાયેલના યુદ્ધ ની પરિસ્થિતિ જ્યારે થઈ ત્યારે આપણે બધાએ સમજી લેવું જોઈએ કે મારું અને આપણું એનો ભેદ એ ઇઝરાઈલે સમાજને અને સમગ્ર વિશ્વ ને સમજાવ્યો છે.

મિત્રો એવું બન્યું કે જ્યારે યુદ્ધ થયું ત્યારે ઈઝરાઇલની અંદર દરેક જણે એને એજ્યુકેશન ટાઈમે સૈન્યની ટ્રેનિંગ લેવી પડે. આ સૈનિક ટ્રેનિંગ લીધેલા તમામ બાળકો કે જે લોકો એક વર્ષ બે વર્ષ પોતાનું સૈન્યની અંદર આપેલું અને એ લોકો પોતાના ધંધા અર્થે સમગ્ર વિશ્વની અંદર હતા ત્યારે એ તમામ લોકોએ આ ઇઝરાઇલ વોર કન્ડિશનમાં આવ્યા ત્યારે પોતાના ખર્ચે એ લોકો ઈઝરાયેલ પાછા ગયા અને આ પાછા ગયેલાઓની સંખ્યા એ ત્રણ લાખ ઉપર લોકોની હતી.

3 લાખ માણસો પોતાના ખર્ચે પોતાના દેશમાં પાછા જાય છે અને એટલા માટે પાછા જાય છે કે એ લોકો જાણે છે કે મારા દેશને અત્યારે મારી જરૂર છે હું નહીં પહોંચું તો મારો દેશ વિકટ પરિસ્થિતિ થી માં આવશે, આ આપણું એ વિચારધારા છે. આ યુદ્ધથી તમે સમજી શકો પણ યુદ્ધ કરતા પણ એ ભાવથી સમજી શકો અને આ ભાવને જાગૃત કેવી રીતે રાખવામાં આવ્યો તો ઇઝરાયેલ ની અંદર અત્યારે એક એવી વાત છે કે ઇઝરાઇલ પર્ટીક્યુલરલી એક સમયે સાયરન વગાડે છે,

દિવસે રોડ ઉપર નીકળેલા તમામ વાહનો એ સ્થિર થાય છે અને એના બધા ડ્રાઇવર રોડ પર ઉભા રહી અને એ ઇઝરાયેલ માટે જેને જાન લીધી છે ઇઝરાઇલ માટે જ એને પોતાની જાન આપીશ અને જે ઇઝરાઇલ ના સૈન્યની અંદર રહી કે સમાજની અંદર જીવન દેશ ને આપેલ છે એ લોકોના રિસ્પેક્ટ આપવા માટેની આ સાયરન છે. એ લોકોએ બચપણથી જ આ ભાવ પોતાના બાળકોની અંદર નાખ્યો ,ચાઈના એ નાનપણથી જ લોકોને એજ્યુકેશન પ્લાનિંગ શું, ફાઇનાન્સિયલ પ્લાનિંગ શું, દેશભાવ શું, દેશ ન હોય તો શું થાય, દેશનું જીડીપી કેવી રીતે વધે, દેશની સંપત્તિને આપણે કેવી રીતે બચાવી શકીએ, દેશની સંપત્તિએ વ્યક્તિગત સંપત્તિ છે દરેક લોકો ટેક્સ ભરે છે અને ટેક્સ માંથી દેશની સંપત્તિ બનતી હોય છે માટે એને કોઈ નુકસાન કરતો હોય તો દેશના નાગરિક તરીકે આપણી શું ફરજ હોવી જોઈએ.

એ જ રીતે સમગ્ર વિશ્વને ખબર છે કે જ્યારે અણુ બોમ્બ પડવાથી જાપાનના હિરોશીમાં અનેનાગાસાકી બે સ્થળનો સંપૂર્ણ વિનાશ થયો હતો. એ જાપાન અત્યારે વર્લ્ડની ફાસ્ટેસ ગ્રોઇંગ ઇકોનોમી અને એમ કહી શકાય કે અત્યારે જાપાન તરફ તમે મોં પણ ના વાળી શકો એટલું સ્ટ્રેટન કન્ટ્રી છે તો આ બધા જ કન્ટ્રીઓ સખત પ્રેઝન્ટ થયા કે એમની એક વિચારધારા રહી કે હવે હું મારાપુરતો ન્યુક્લિયર નહીં રહું પણ સમગ્ર દેશ એ મારો પોતાનું ઘર છે એ વિચારથી આ લો આ ત્રણ કન્ટ્રીએ પોતાનો પરિચય આપી અને એ સબ્જેક્ટ મારી દ્રષ્ટિએ અત્યારે નાના પરિવારની અંદર મારું નહીં પણ આપણું એ વાતને લઈને લેખિકા અને સારા ઇતિહાસકાર અને સારા વક્તા એવા નેહલ ગઢવી દ્રારા પ્રસ્તુત કરવામાં આવનાર છે.

ત્યારે પાટણ ના લોકો આ કાર્યક્રમ ને ના ચુકે અને મા નો પરિવાર એમના સદસ્યો માટે આ કરી રહ્યું છે. અને સાથે સાથે સહયોગની અંદર એપીએમસીના ચેરમેન સ્નેહલ ભાઈ પટેલ પણ જોડાયેલા છે. ત્યારે તેઓએ આ વાતની મારી સાથે જ્યારે ચર્ચા કરી ત્યારે વિગતવાર ચર્ચા ના અંતે મને ખબર પડી કે સમાજ જ્યારે બે ભાગોમાં વેરાઈ જશે તો રહેશે નહીં. તેઓએ પોતાના જીવનની એક વાત કરી કે હું છેલ્લા ૧૭ વર્ષથી અંબાજીની અંદર કેમ્પ કરી રહ્યો છું.

ત્યારે મારા માટે જે પણ પગે ચાલતા આવીને માના ચરણોમાં પોતાનો ભાવ પ્રગટ કરવા માટે માની આરાધના કરવા માટે આવતો તમામવ્યક્તિ જે નામેય વ્યક્તિ હોય અને જેને ઈશ્વર એ સ્વરૂપ આપ્યું છે એ તમામ કોઈ પણ જ્ઞાતિનો છે મારા માટે મારો ભાઈ છે,મારી માટે મારી મા છે, મારા માટે મારો બાપ છે, મારા માટે મારી બેન છે આ બધા જ મારા આંગણે આવકાર રહેશે આ આપણા નો વિચાર એ સ્નેહલ ભાઈ પટેલે છેલ્લા ૧૭ વર્ષથી આપ્યો છે. અને જ્યારે આપણે અહીં કોરોના સમયે પણ જોયું ત્યારે પણ લોકોને એમને નિસ્વાથૅ ભાવે કોઈ પણ જ્ઞાતિની પૃછા કર્યા વગર ભૂખ્યાને અન્ન આપીને એમના આંગણે આવકાર્યો હતા. એટલે આપણી એ વિચાર ધારામાં હું જે ત્રણ દેશોની વાત લઈને આવ્યો છું.

આ આયોજકોમાં કે. સી. પટેલ પણ હું નહિ મારા ભાવ સાથે જોડાયા છે. કે.સી.પટેલ માટે એવું હું પોતે પર્સનલી સમજુ છું કે કોઈપણ માણસ એમના આગણે જઈને કામ લઈને આવે તો ના ન પાડે કરું છું કે કોઈ એક સમીકરણના કારણે કોઈ એક વ્યક્તિ અમુક વખતે મારી સામે જ ઘણી ખોટી વાતો એ ક્યારેક મનમાં લાવતો હતો અને બોલતો પણ હતો પણ જ્યારે એક વખત હું મારા એક કામ માટે કેમ્પસમાં એમની ઓફિસમાં જઈને બેઠો તો ત્યારે એક વ્યક્તિ નો ફોન આવ્યો તો તેઓએ તેને રૂબરૂ બોલાવી
કહેલ કે મેં વાત કરી લીધી છે તું પહોંચી જા તને ત્યા મદદ થશે જયારે મેં એ વ્યક્તિ ને સ્ક્રીન ઉપર જોયો તો મને ખબર પડી કે આ તો એજ ભાઈ કે જે કે.સી.પટેલના વિશે બહુ ખરાબ બોલતા હતા.

મે કે. સી.પટેલને કીધું કે આ વ્યક્તિ તો થોડાક સમય પહેલા તમારી વિરુદ્ધ બોલતો હતો છતાં તમે તેનું કામ કરો છો.ત્યારે કે.સી.પટેલે મને કહેલ કે તે દિવસે એના કંઈક સમીકરણ એવા હશે એ આપણે ન જોતા આપણે બધા આપણા છે અને પાટણનો છે આપણે પાટણના વ્યક્તિનું કામ થાય એ જ મોટું અગત્યનું છે આવી વિચારધારા એ કે. સી.પટેલ મા છે. અને એવી બધી વિચારધારાઓને લઈને મારા મનમાં એમ થયું કે મારે પોતે પત્રકાર તરીકે અને એક ન્યૂઝ પેપરના એડિટર તરીકે કંઈક આ વિચારો આપ સમક્ષ મૂકવા જોઈએ તો મેં સાંભળ્યા જ છે અને એવું હું કહી શકું કે નેહલ ગઢવીમાં તાકાત છે એ વ્યક્તિના વિચારોને વ્યક્તિને પોતે એક વિશિષ્ટ વિચાર આપી શકે એના મગજમાં એ બીજ રોપી શકે એવું એક વ્યક્તિત્વ છે.

ચોક્કસ આ પ્રસંગને આપણા બધાએ માણવો રહ્યો અને કોઈને પણ અત્યારે હું મારા વિચારથી આ વાત મૂકી રહ્યો છું એમાં કોઈને પણ કઈ પણ આના વિશે અને મારા વિચાર વિશે કંઈ પણ કહેવું હોય તો મને whatsapp માં પણ કહી શકે છે પણ મિત્રો આ વાત મારે કહેવાની ઈચ્છા થઈ માટે આપ સમક્ષ મુકું છું અને હું આભાર પ્રગટ કરું છું મા ના પરિવારનો કે આ એક અત્યંત સંવેદનશીલ સબ્જેક્ટની ઉપર વિષય ઉપર એ લોકો આ પ્રસંગ કરી રહ્યા છે ત્યારે રવિવારે રાત્રે 8:30 વાગે બધા જ પત્રકાર મિત્રોને પણ આમંત્રણ આપ્યું છે

એટલે અમે બધા પત્રકાર મિત્રો તો ત્યાં કાર્યક્રમ મા પહોંચી જઈશું અને કોઈ પણ વક્તાઓને કે અન્ય કોઈ પણ આ વિશે થોડુંક માણવાની ઈચ્છા હોય તો તેઓ આયોજકોનો સંપર્ક કરી શકે અને એવા સંજોગોમાં આયોજકો પાસે જુઓ કોઈ સીટ અવેલેબલ હશે તો તેઓ તેમને ફાળવશે માટે આ સંજોગોમાં મુખ્ય આયોજકોમાં મા નો પરિવાર કે. સી. પટેલ અને સ્નેહલ ભાઈ પટેલ સંકલન દર્શક ત્રિવેદી,અશોકભાઈ વ્યાસ અને અન્ય મિત્રો કરવામાં આવ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩:ઉજવણી..ઉજ્જવળ ભવિષ્યની…

શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૩ : ઉજવણી.. ઉજ્જવળ ભવિષ્યની... ~ #369News

પાટણ ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા સબજેલમાં ૨૫૦ પુસ્તકો ભેટ ધરાયા…

પાટણ તા. ૧૯પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તસકાલય દ્વારા...

G-20 ફાઈનાન્સ ટ્રેટ મિટિંગના પ્રતિનિધિ મંડળે પાટણ પટોળા હાઉસની મુલાકાત લીધી..

પાટણ તા.19G-20 ફાયનાન્સ ટ્રેક મીટીંગનના પ્રતિનિધિ મંડળની બુધવારે ઐતિહાસિક...

પાટણ શહેરમાં સામાન્ય વરસાદમાં જ રેલવે ગરનાળુ પાણીથી ભરાતા વાહન ચાલકો ફસાયા..

પાટણ નગરપાલિકાની પ્રિ- મોન્સૂન કામગીરી કાગળ પર જ કરવામાં...