પાટણ તા. ૩૧
વાહન ચેકીંગ ડ્રાઇવ અંતગૅત પાટણ આરટીઓ કચેરીએ એક મહિનામાં વિવિધ વાહન ચાલકો પાસે થી લાખો રૂપિયાનો દંડ વસુલ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે આરટીઓ વિભાગ તરફથી મળતી હકીકત મુજબ દ્વારા આરટીઓ કચેરી પાટણ દ્રારા તા.૨૬ જુલાઈથી તા. ૨૫ ઓગસ્ટ ૨૦૨૪ સુધી એક મહિનો વાહન ચેકિંગ ડ્રાઇવ જિલ્લાના જુદા જુદા સ્થળે રાખવામાં આવી હતી.
જે ડ્રાઇવ અંતર્ગત આરટીઓના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ડમ્પર, ટ્રક, બસ, જેસીબી, કાર, રીક્ષા, બાઈક અને સ્કૂટર સહિતના ૮૦૩ વાહનોના ચેકિંગ દરમિયાન પરમિટ અને વીમા વગર, ઓવર સ્પીડ,અનઅધિકૃત પાર્કિંગ, લેન ડ્રાઇવિંગનો ભંગ, ઓવરલોડ,પરિવહન ફિટનેસ વગર સહિતની બાબતો ને ધ્યાને રાખી કુલ રૂ.૧૯,૭૩,૯૦૦ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ તમામ વાહન ચાલકોને મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ અને તે હેઠળના નિયમોનો ભંગ કરનાર ગુનાઓ સબબ દંડ કરવામાં આવ્યો હોવાનું આરટીઓ ના સુત્રોએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી