પાટણ તા. 2
ચૈત્ર માસ એટલે પિતૃ ભક્તિ સહિત આદ્યશક્તિ
ની આરાધના કરવાનું ઉત્તમ પર્વ છે. ચૈત્ર માસ દરમિયાન માઇ ભક્તો અનેક રીતે શક્તિની આરાધના કરતા હોય છે. પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે ચૈત્રી નવરાત્રી દરમિયાન બધા અષ્ટમીના દિવસે જોગણીયા માતાજીના મંદિરે માય ભક્ત અને શક્તિ આરાધક હિંગળાજી ઠાકોર દ્વારા માતાજીની સગડીઓ હાથમાં ધારણ કરી ચંદ્રુમાણા ના મુખ્ય માર્ગો ઉપર શોભાયાત્રા રૂપે પરિભ્રમણ કરાયું હતું. માતાજીની સગડીઓનો ગામ લોકોએ દર્શન કરી ગામ નીરોગી બને અને સુખ સમૃદ્ધિ વધે તેવી પ્રાર્થના કરી આશીર્વાદ મેળવ્યા હતા.
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે જોગણીયા માતાજીના સગડી દશૅન કરી ગ્રામજનો પાવન બન્યા..
Date: