સ્વચ્છતા,ટ્રાફિક,સ્ટ્રીટ લાઈટ, ભૂગર્ભ ગટર, પાણી, નડતરરૂપ ના દબાણો,આડેધડ ઊભી રહેતી લારીઓ બાબતે પાલિકા પ્રમુખે લેખિત સુચનો કયૉ..
પાટણ તા. ૧૯
પાટણ નગરપાલિકાના પ્રમુખ તરીકે સત્તારૂઢ બન્યા બાદ હિરલબેન પરમાર દ્વારા શહેરીજનોની સુખાકારી ને પ્રાધાન્ય આપવાનું અભિયાન હાથ ધર્યું છે. બુધવારના રોજ પાલિકા પ્રમુખ દ્રારા પોતાની ચેમ્બરમા એસઆઈ સાથે તમામ વોડૅ ઈન્સપેક્ટરો ની બેઠક બોલાવી શહેરની સ્વચ્છતા,સ્ટ્રીટ લાઈટ, ભૂગર્ભ ગટરની સમસ્યા, ટ્રાફિકની સમસ્યા,પાણીની સમસ્યા,ગેરકાયદેસરના દબાણો, આડેધડ ઉભી રહેતી લારીઓ સહિત શહેરીજનોને સ્પર્શતા મુદ્દાઓ ઉપર વિચાર વિમૅશ કરી શહેરીજનોની સુખાકારી બની રહે તે માટે સુચનાઓ આપી હતી.
પાલિકા પ્રમુખ દ્રારા બોલાવાયેલ આ બેઠકમાં તેઓએ દર ગુરૂવારે દબાણનું અભિયાન હાથ ધરવા, વોર્ડ ઈન્સ્પેકટરો અને એસઆઈ ને નગરપાલિકાની ગાડી લઈ બજારમાં રાઉન્ડ મારી વેપારીઓ ની દુકાન બહાર નડતરરૂપ માલ રોડ ઉપર મકવો નહી સુચના સાથે પહેલા નોટીસ આપવી છતાં વેપારી પોતાનો નડતર રૂપ માલસામાન ન હટાવે તો તે માલસામાન ઉપડાવી લેવો,બગવાડા થી પોલીસ ચોકી પાસે શાકભાજીની લારી વચોવચ ઉભી રહેતી હોય તે સાઈડમાં કરાવવી,
દોશીવટના નાકે ડી.પી. પાસે લારી ઉભી રહે છે તેને સાઈડમાં કરાવવી, હિંગળાચાચર, જુનાગંજમાં જવાના રોડ ઉપર હિંગળાજ માતાના મંદિર પાસેની લારીઓ હટાવવી, મહાસુખભાઈ મોદીની દુકાન સામેની શાકભાજીની લારી હટાવવી, જુનાગંજમાં શાકભાજીવાળાની સામે ત્રણ લારીઓ ચા વાળાની પાસે રોડ ઉપર ઉભી રહે છે તેને સાઈડમાં દબાવવી, ચતુર્ભુજ બાગના ગેટ પાસેની લાવીને દબાવડાવી બગીચામાં જવાની જગ્યા કરાવવી, બજારમાં ફરતી શાકભાજીની લારીઓ હટાવવી નડતરરૂપ ફરતી લારીઓ બંધ કરાવવી, સરદાર પટેલના બાવલા થી રેલ્વે સ્ટેશન સુધી ફુટપાથની નીચે લારીઓ ફરતી હોય તે બંધ કરાવી તેમના ઉપર કડક પગલા લેવા, દરેક વોર્ડમાં લાઈટ બંધ હોય
તો તેની યાદી લાવવી તથા દરેક વોર્ડમાં પાઈપ લાઈન લીકેજની યાદી લાવી જે તે શાખામાં આપવી, રાત્રી દરમ્યાન દર મહિને એક વખત શનિવારે રાત્રે દબાણ હટાવવા અને અગાઉ ના દિવસે માઈક ગાડીમાં માઈક દ્રારા દબાણ હટાવોની જાહેરાત કરવી સાથે સાથે ભંગાર નડતરરૂપ લારીઓ, ભંગાર રીક્ષાઓ ઉઠાવીને ટ્રાફિકને નડતરરૂપ સાધનો હટાવી આવા લોકોને નોટીસ પાઠવી દંડની કાર્યવાહી કરવી,શહેરની તમામ મુતરડીઓ બનાવવાની હતી જે માથી અડધી બનેલી મુતરડીઓને પૂણૅ કરવા ટેન્ડર પ્રક્રિયા કરાવવી મુતરડીઓને નિયમિત સ્વચ્છ રાખવા વોર્ડ ઈન્સ્પેકટરો ને સુચના આપવી, તો શહેરના સરદાર બાગ,કાળકા બાગ આનંદ વિહાર ગાર્ડનની સફાઈ કરાવવી, સિધ્ધી સરોવર ગાર્ડન, ગાંધીબાગ, બ્રહ્માકુમારી ગાર્ડન, આનંદ સરોવર ની સફાઈ કરાવવી,શહેરના તમામ શોપીંગ સેન્ટર ના સંચાલકોને સફાઈ માટે નગરપાલિકા દ્વારા નોટીસો આપી સંચાલકોને ૧૫ દિવસની મુદ્દત આપવી,
ગોલ્ડન ચોકડીના બન્ને નાળામાં કચરો છે તેની સફાઈ કરાવવી, નવજીવન સોસાયટીના બીજા ગેટ પાસે પડેલા કચરાના ઢગલા ઉપાડવા, બળીયા ગ્રાઉન્ડમાં પાસે જીઈબી ના થાંભલા પાસે ખડકાયેલા કચરાના ઢગ અને પૂર્ણીને ટ્રેકટરથી ઉપાડી લેવી, ટી. બી હોસ્પિટલ ના હાઈવે બાજુ ગેટ પાસે ગંદકીના ઢગલા ઉપડાવવા, ગુલશન નગરમાં ગંદકીના ઢગલા ઉપાડવવા, બજાર માગૅ પર રતન પોળ-મદારસા ત્રણ દરવાજા, દોશીવટ, હીંગળાચાચર, બગવાડા, સરદાર પટેલ પ્રતિમા થી સ્ટેશન ફૂટપાથ ઉપર બ્રસથી રાત્રે સફાઈ કરાવવી અને ટેન્કરથી ફૂટપાથ ધોવડાવવો સાથે સાથે તમામ મુતરડી રાત્રે ટેન્કરથી ધોવડાવવી, રેડક્રોસ, ગુંગડી રોડ,ડી.પી.ની આજુ બાજુનો કચરો ઉપડાવવો,છીંડીયા દ૨વાજા બહાર સફાઈ કરાવવી તથા કચરો ઉપડાવવો, મોટીસરા ચોકમાં સફાઈ કરાવવી, અંબાજી નેળીયા બહાર શોપીંગ પાસે બ્રસ મારી સફાઈ કરાવવી, પોલીસ પ્રોટેકશન સાથે ઢોર ડબ્બાની કામગીરી કરવાના કડક સુચનો પાલિકા પ્રમુખદ્રારા કરવામાં આવ્યાં હતાં.
અહેવાલ યશપાલ સ્વામી