તા. 28 ઓક્ટોબર થી 5 નવેમ્બરને લાભ પાંચમ સુધી યુનિવર્સિટીનું વહીવટી કામકાજ સંપૂર્ણ બંધ રહેશે..
પાટણ તા. ૧૯
પાટણ હેમચંદ્રાચાર્ય ઉ. ગુ. યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી કેમ્પસ અને વહીવટી ભવનમાં 9 દિવસના દિવાળી વેકેશન ની રજા જાહેર કરવામાં આવી છે ત્યારે આગામી 28 ઓક્ટોબર થી 5 નવેમ્બર ને લાભ પાંચમ સુધી યુનિવર્સિટીનું વહીવટી કામકાજ સંપૂર્ણ પણે બંધ રહેશે અને 6 નવેમ્બર થી યુનિવર્સિટી કેમ્પસ અને વહીવટી કાર્ય શરૂ કરવામાં આવશે તેવું યુનિવર્સિટી ના સુત્રોએ જણાવ્યું છે.
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા દિવાળી વેકેશન ની તારીખો જાહેર કરવામાં આવી છે જેમાં યુનિવર્સિટી કેમ્પસમાં આગામી 28 ઓક્ટોબર થી 5 નવેમ્બર સુધી યુનિવર્સિટી માં વહીવટી કાર્ય બંધ રહેશે ત્યારબાદ વહીવટી ભવન 6 નવેમ્બરે થી રાબેતા મુજબ શરૂ થશે.
યુનિવર્સિટી દ્વારા જાહેર કરેલા દિવાળી વેકેશન ના પરિપત્ર માં જણાવ્યું છે કે આ યુનિવર્સિટીના તમામ શાખા અધ્યક્ષ,વિભાગીય વડા તથા તમામ અધિકારીઓ,કર્મચારીઓને જણાવવાનું કે આ યુનિવર્સિટીના તમામ કર્મચારી ઓ દિવાળી નિમિત્તેના લાભ પાંચમ સુધીના તહેવારો પરીવાર સાથે સળંગ ઉજવી શકે તે આશયથી તા. 28/10/2024 તથા તા. 04/11/ 2024 અને તા. 05/11/ 2024 ના રોજ રજા જાહેર કરવામાં આવે છે.
આમ જાહેર કરેલ રજાઓ તથા યુનિવર્સિટી કેલેન્ડર મુજબની દિવાળી ની રજા ઘ્યાને લઇ આ યુનિવર્સિટીનું વહીવટી કાર્ય તા.26/10/2024 થી તા.05/11/2024 સુધી બંધ રહેશે. અને ત્યારબાદ તા.06/11/2024 ના રોજથી યુનિવર્સિટીનું વહીવટી કાર્ય રાબેતા મુજબ ચાલુ રહેશે.તો તા. 28/12/2024 ના રોજ ચોથા શનિવારના રોજ રજાના દિવસે યુનિ.નું વહીવટી કાર્ય ચાલુ રહેશે તેવું યુનિવર્સિટી સુત્રો એ જણાવ્યું હતું.