પાટણ તા. ૧૦
પાટણ શહેરના કેટલાક વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી પાટણ નગર પાલિકા દ્વારા શહેરીજનો ને આપવા માં આવતું પીવાનું પાણી દુષિત અને દુર્ગંધ યુક્ત આવતું હોવાના કારણે વિસ્તારના રહીશોમાં રોગચાળો ફેલાવવાની થવા પામી છે તો આ બાબતે નગરપાલિકાના સત્તાધીસોનું ધ્યાન દોરવા છતાં આ દૂષિત અને દુર્ગંધ યુક્ત પાણીની સમસ્યાનો નિકાલ નહીં આવતા પાલિકા તંત્ર પ્રત્યે શહેરીજનોમાં રોષની લાગણી ફેલાવા પામી છે.
શહેરના લક્ષ્મીનગર, ગંજી પીર, ચાચરિયા, લાલદરવાજા, ઝીણી પોળ સહિત ત્રીસ ટકા વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહ થી આવું ડહોળું પાણી આવતું હોય છતાં નગરપાલિકાના સતા ધીશો રહિશોની ફરિયાદ સાંભળવા તૈયાર નથી તો વોટર વર્કસ ચેરમેન કે કર્મચારી ફોન સુધ્ધાં ઉપાડતાં ન હોય જેને લઈને રહિશો પોતાનો બળાપો વ્યકત કર્યો હતો.
અહેવાલ યશપાલ શ્યામી