વ્યાજખોર ૭ જણા ના નામ સાથે ની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ ના ચક્રો ગતિશીલ કયૉ..
પાટણ તા. ૨૦
પાટણ શહેરનાં સિધ્ધપુર ચાર રસ્તે આવેલી એક હોટલની રૂમમાં તા. ૧૮ ઓકટોબર ના રોજ અમદાવાદમાં હેર કટિંગ સલૂન ધરાવતા ચિરાગ ગણપતભાઈ નાઈ રે. હાલ ન્યુ રાણીપની પાસે, સાતત્રિય એવન્યુ, અમદાવાદ, મુળ રે. સમૌ, તા. ડીસાએ અમદાવાદ (ઉ.વ.૨૪) એ વ્યાજ ખોરોનાં કથિત ત્રાસ અને પૈસાની ઉઘરાણી અંગેની ધમકીઓથી કંટાળી જઈને પાટણના બજાર માંથી જ ખરીદેલી ઉધઈ મારવાની દવા પી જઈને આત્મહત્યાની કોશીશ કરતાં તેઓ બેભાન થઈ ગયા હતા.
તેમને સારવાર માટે પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેઓને ભાન આવતાં તેમણે અમદાવાદ ગ્રામ્યનાં અલગ અલગ સાત જેટલા વ્યાજખોરો સામે પાટણ બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જો કે, આ બનાવ અમદાવાદ ખાતે બનેલો હોવાથી આ બનાવની તપાસનાં કાગળો અમદાવાદ ખાતે મોકલાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.
વ્યાજખોરોના ત્રાસ ને કારણે ઝેરી દવા ગટગટાવનાર ચિરાગ નાઈએ નોંધાવેલી ફરિયાદમાં સંજય ઠાકોર, ભાવેશ દેસાઈ, અંકિત દેસાઈ,મનભાઈ દેસાઈ, ભ૨ત દસાઈ, દિનેશ માળી અને લાલાભાઈ દેસાઈ રે. તમામ અમદાવાદ ગ્રામ્યનાં નામો દર્શાવ્યા હતા.
આ બનાવની વિગતો એવી છે કે, ચિરાગભાઈ ગણપતભાઈ નાઈ ઉ.વ ૨૪ રહે. અમદાવાદે પોતાનાં સલુનનાં ધંધા માટે સંજયભાઈ રહે- અમદાવાદ પાસેથી રૂ.૪,૦૦,૦૦૦ રોકડા ૧૦ ટકા વ્યાજે લીધેલા હતા અને તે ચિરાગ નાઈની દુકાનેથી ટુકડે ટુકડે અને ફોન પે દ્વારા રૂ.૫,૦૦,૦૦૦ નું અત્યાર સુધી વ્યાજ લીધુ હતું. ત્યારબાદ સંજયનું વ્યાજ ભરવા ચિરાગે ભાવેશ ભાઈ દેસાઈ રહે. અમદાવાદ વાળા પાસેથી તેમની ગુલાબ ટાવર પાસે આવેલ ઓફિસે થી રૂ.૪,૦૦,૦૦૦ રોકડા ૯% વ્યાજે લીધા હતા જેનું ચિરાગની પાસેથી આ મુડીનું રૂ.૪,૦૦,૦૦૦ નું વ્યાજ ટુકડે ટુકડે રોકડા અને ફોન પે દ્વારા લીધેલ હતુ ત્યારબાદ બે મહિના પછી ચિરાગે પોતાનો સલુનનો નવો ધંધો ચાલુ કરવા માટે અંકિતભાઇ દેસાઇ રહે-અમદાવાદ ચાંદખેડા વાળા પાસેથી રૂપિયા ૬,૦૦,૦૦૦ રોકડા ૧૦ ટકા વ્યાજે લીધેલા હતા.
જેઓએ ચિરાગ પાસેથી ટુકડે ટુકડે અત્યાર સુધી રોકડા રૂ.૩,૫૦,૦૦૦નું વ્યાજ તેની દુકાનેથી લઈ ગયેલ ત્યારબાદ બે મહિના પછી ચિરાગે ધંધાનું નુકશાન ભરવા તેમજ વ્યાજ આપવા માટે મનુભાઇ દેસાઇ રહે-અમદાવાદ પાસેથી રૂ.૬,૦૦,૦૦૦બરોકડા ૨૦ ટકા વ્યાજે મુડી લીધેલ હતી. જેઓએ ચિરાગ પાસેથી અત્યાર સુધી મુડીનુ રૂ.૬,૦૦,૦૦૦ વ્યાજ લીધેલ ત્યારબાદ ત્રણેક મહિના પછી આરોપી ભરતભાઇ દેસાઇ રહે. અમદાવાદ પાસેથી રૂ.૮, ૦૦,૦૦૦- રોકડા ૧૦ ટકા વ્યાજે લીધેલા જેઓ ચિરાગ પાસે અત્યાર સુધી ટુકડે ટુકડે રૂપિયા ૪,૦૦,૦૦૦ રોકડા વ્યાજ લીધેલ ત્યારબાદ બે મહિના પછી આરોપી દિનેશભાઈ માળી રહે. અમદાવાદ પાસેથી રૂ.૮,૦૦,૦૦૦ રોકડા ૯ ટકા વ્યાજે તેમની કટલરીની દુકાનેથી લીધેલા.
જેઓએ ચિરાગ પાસેથી અત્યાર સુધી ટુકડે ટુકડે રૂ.૪,૦૦,૦૦૦, વ્યાજ લીધેલ ત્યારબાદ બે મહિના પછી લાલાભાઈ દેસાઈ રહે-અમદાવાદ પાસેથી રૂ.૩, ૦૦, ૦૦૦ રો કડા ૯ ટકા વ્યાજે લીધેલા અને જેઓ ચિરાગ પાસેથી અત્યાર સુધી ટુકડે ટુકડે રૂ.૨,૫૦,૦૦૦ રોકડા ચિરાગ ની દુકાનેથી વ્યાજ આપેલ હતુ ત્યારબાદ ભાવેશે ચિરાગનાં ઘરે ગઈ તા. ૧૩/૧૦/૨૦૨૪ નાં રાત્રીનાં આશરે બારેક વાગે આવી કહેલ કે, તુ મારો ફોન કેમ ઉપાડતો નથી અને મે તને આપેલા રૂપિયા મારા ક્યારે પાછા આપીશ અને જો તુ મારા પૈસા નહી આપે તો તને અન્ય માણસો દ્વારા ઉપાડી લઇ જાનથી મારી નખાવીશ તથા સંજયે તેની દુકાને આવી તારી દુકાનનુ ફર્નિચર ખોલી દઇશ અને તારા હાથ પગ તોડી નાખીશ અને તને મરવુ હોય તો હું તારી સાથે આવીને તને ધક્કો મારીશ તેમ કહીને ફોન રાખી દીધેલ.ત્યારબાદ લાલાભાઇ દેસાઇએ ટેક્સ મેસેજ કરી ચિરાગને તુ મારા વ્યાજના પૈસા આપી દે નહિતર મારે તારા ઘરે આવવુ પડશે તેમ કહેતાં ચિરાગ તેમની બીકથી નિકળી ગયો હતો અનેતા. ૧૮/૧૦/૨૦૨૪ના રોજ પાટણ સિધ્ધપુર ચાર રસ્તા નજીક ની એક હોટલ મા રોકાણ કરી ઝેરી દવા પી ગયો હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી