fbpx

પાટણના કમલીવાડા ની સુજલામ સુફલામ બ્રાન્ચ કેનાલ મારફતે છોડાયેલ નર્મદાના નીર સરસ્વતી નદીમાં રેલાયા..

Date:

નર્મદાના નીર નુ સરસ્વતી નદીમાં આગમન થતાં કોગ્રેસ આગેવાનો એ વધામણા કયૉ..

સરસ્વતી બેરેજ મા 2 ફુટ જેટલું પાણી ભરાયું હજુ પાણી ની આવક ચાલુ હોવાનું તંત્ર એ જણાવ્યું..

પાટણ તા. 21 મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં થયેલ ભારે વરસાદ ને પગલે નર્મદા ડેમમાં પાણીની પુષ્કળ આવક થતાં નર્મદા ડેમના 23 જેટલા દરવાજા ખોલવાની ફરજ પડી હતી. નમૅદા ડેમ ના 23 દરવાજા ખોલાતા તેનું પાણી પાટણ સિંચાઈ વિભાગ દ્વારા પાટણ કમલીવાડા પાસેથી પસાર થતી નર્મદાની સુજલામ સુફલામ બ્રાન્ચ કેનાલ મારફતે 400 કયુસેક પાણી પાટણ સરસ્વતી નદીમાં વહેતું કરાયું હતું જે પાણી ગુરૂવારે સવારે પાટણની સરસ્વતી નદીમાં આવતા કોગ્રેસ આગેવાનો દ્રારા નમૅદા નીર ના વધામણા કરવામાં આવ્યા હતા.

તાજેતરમાં મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ ના ઉપરવાસ માં પડેલ ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણી ની પુષ્કળ આવક થતાં તંત્ર ને નમૅદા ડેમ ના 23 જેટલા દરવાજા ખોલવા પડ્યાં હતા. ત્યારે નમૅદા ડેમ માથી પસાર થતાં આ પાણી ને લઇ સિંચાઈ વિભાગ દ્વારા પાટણ નજીક કમલીવાડા ગામ પાસેથી પસાર થતી નર્મદા ની સુજલામ સુફલામ ની બ્રાન્ચ કેનાલ મારફતે 400 ક્યુસેક પાણી સરસ્વતી નદીમાં છોડવામાં આવ્યું હતું.જે નીર આજે પાટણ થી નિકળતી સરસ્વતીનદી ના બેરેજ સુધી આવી પહોચ્યુ હતું અને હાલ માં 2 ફૂટ જેટલું પાણી સરસ્વતી બેરેકમાં ભરાયું છે અને પાણી ની આવક હજુ ચાલુ હોવાનું તંત્ર એ જણાવ્યું હતું.

પાટણ સરસ્વતી નદી મા નમૅદા ના પાણી આવવાના કારણે આજુબાજુની જમીનના તળ જીવંત બનશે અને તેનો લાભ સરસ્વતી તાલુકાના ખેડૂતોને મળનાર હોવાથી પંથકના ખેડૂતો ના ચહેરા હરખાયા છે. તો પાટણ ની સરસ્વતી નદી મા આવી પહોચેલા નમૅદા નીર ના કોગ્રેસ આગેવાનો દ્રારા વધામણા કરવામાં આવ્યાં હતાં.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

ચાણસ્મા તાલુકાના ચવેલી ગામના ખેડૂતો એ પ્રાકૃતિક ખેતી વિષયક વિશેષ તાલીમ મેળવી..

પાટણ તા. ૬પાટણના ચાણસ્મા તાલુકાના ચવેલી ગામે ખેડૂતો માટે...

પાટણના ડેર સેજા ની આંગણવાડી ખાતે પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી..

પાટણના ડેર સેજા ની આંગણવાડી ખાતે પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી.. ~ #369News