fbpx

ચાણસ્મા પંથક માથી બ્રોડ ગેજ ઇલેક્ટ્રીક રેલ્વે લાઇનના કોપર વાયરની ચોરી ના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલતી ચાણસ્મ પોલીસ.

Date:

પાટણ તા. ૨૫
પાટણ જિલ્લાના ચાણસ્મા પોલીસ મથકે નોંધાયેલા બ્રોડગેજ ઈલેક્ટ્રીક રેલ લાઈન ના કોપર વાયર ચોરી ના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી કોપર વાયર ચોરીના મુદામાલ સાથે છ આરોપી ને ઝડપી લેવામાં ચાણસ્મા પોલીસ ને સફળતા સાપડી હોવાનું જાણવા મળ્યું છે.બનાવની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલ દ્વારા જિલ્લામાં મિલકત વિરૂધ્ધના બનતા ગુનાઓ શોધી કાઢવા સારૂ કરેલ સુચના આધારે રાધનપુર ના.પો.અધિ.ડી.ડી.ચૌધરી ના સીધા માર્ગદર્શન હેઠળ ચાણસ્મા પીઆઈ એસ.એફ.ચાવડા ની સુચનાથી પોલીસ સ્ટાફના માણસો ગતરોજ ચાણસ્મા પો.સ્ટે વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે સોજીત્રાથી જીતોડા ગામની સીમ વચ્ચે રેલ્વે લાઇનના કેબલ વાયરની ચોરી સોંજીત્રા ગામના ઠાકોર પ્રવિણજી જયંતીજી, ઠાકોર કનુજી ઉર્ફે લાલો જીલુજી અને ઠાકોર કનુજી પ્રહલાદજી નાઓ ભેગા મળી કરે છે

જે હકીકત આધારે ટીમે ઉપરોક્ત ઇસમોની તપાસ કરતાં નં ૧ તથા ૨ નાઓ મળી આવતાં બંને ઇસમને પો.સ્ટે લાવી યુક્તી પ્રયુકીતીથી પુછ પરછ કરતાં બંને ઇસમોએ રેલ્વે લાઇનના ત્રણ થાંભલાના કોપરના વીજ વાયરની ચોરી કરેલ હોઇ જે કબ્જે કરેલ અને બાકીના મુદ્દામાલ બાબતે ફરીયાદી ઉપર શંકા જતાં ફરીયાદીને પો.સ્ટે લાવી યુક્તી પ્રયુક્તીથી પુછપરછ કરતાં આ ગુનાના ફરીયાદી ભાગી પડેલ અને જે તે વખતે ત્રણ થાંભલાનો ૨૦૦ મીટર ૧૦૭ સ્કવેર mm નો કોપર વાયરની ચોરી થયેલ હતી અને બાકીનો ૧૨૦૦ મીટર કેબલ લટકતો હોઇ જે કેબલ અશોકા બીલ્ટ કોન લીમીટેડ કંપનીના રેલ્વેમાં કામ કરતાં કર્મચારીઓ તથા મજુરો તેમજ વાહનો મારફતે તેઓના ગોડાઉનમાં રેકર્ડ ઉપર લીધા સિવાય રાત્રીના સમયે સંતાડી રાખેલ હોવાની કબુલાત કરી સદરી પાસેથી મુદ્દામાલ રીકવર કરી ચોરીમાં સંકળાયેલ ઇસમોની પોલીસે અટકાયત કરી ચોરીનો ભેદ ઉકેલી તેમના વિરુધ્ધમાં કાયદેશરની કાર્યવાહી હાથ ધરતાપકડાયેલ આરોપી ઓએ પોતાના નામ પ્રવિણજી જયંતીજી કાનાજી ઠાકોર રહે.સોજીત્રા ઇન્દીરાનગર તા.ચાણસ્મા જી. પાટણ, કનુજી ઉર્ફે લાલો જીલુજી રણછોડજી ઠાકોર રહે.સોજીત્રા ઠાકોરવાસ તા.ચાણસ્મા જી. પાટણ, પંકજ રઘુવિર સિંહ મોહરસિંહ ચૌધરી રહે મુળ સહૌડા તા. જી કૌગડા રાજ્ય- હિમાચલપ્રદેશ હાલ રહે. ચાણસ્મા નાગેશ્વર પાર્ક સોસાયટી તા ચાણસ્મા જી પાટણ,વેણુગોપાલ રઘુનાથરાવ ભીમરાવ જાતે. દેશ પાંડે (બ્રાહ્મણ) રહે મુળ કેમ્ભાવી નીયરમઠ તા.હુનસગી જી.યાદગીર કર્ણાટક હાલ રહે.નાશીક વડાલા રોડ નીયર અશોકા હોસ્પીટલ નજીક નાશીક તા.જી નાશીક (મહારાષ્ટ્ર), દેવજ્યોતી દીલીપકુમાર દિલાકર જાતે શ્યામલ (ક્ષત્રીય) રહે.હાલ બેચરાજી વેદાંતર રેસીડેન્સી તા.બેચરાજી જી.મહેસાણા મુળ રહે.નુઆપાની પો.સ્ટ. બાલીગોરાડ તા.કામાખ્યા નગર જી.ઢીંન્કાનાલ રાજ્ય ઓરીસ્સા અને બીરબલ મહેશકુમાર સિતા રામ જાતે સૈની (માળી) રહે હાલ ચાણસ્મા નાગેશ્વર પાર્ક સો. સા તા.ચાણસ્મા જી.પાટણ મુળ રહે. સાદુલ પુર સુભાષનગર રાજગઢ ચોરુ તા.રાજગઢ જી.ચોરુ-રાજસ્થાન હોવાનું જણાવ્યું હતું પોલીસે ઉપરોક્ત આરોપી પાસેથી ચોરી કરેલ કોપર વાયર કિ. ૧૦,૬૧,૫૦૦કબ્જે કરી આગળ ની તજવીજ હાથ ધરી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

સરસ્વતી પોલીસ સ્ટેશનમાં નોધાયેલ ગુનાનો નાસતો ફરતો આરોપી એલસીબી ટીમે ઝડપી લીધો..

પાટણ તા.19સરસ્વતી પો.સ્ટે.ના લુંટના ગુનામાં નાસતા ફરતા આરોપીને એલ.સી.બી.પાટણ...

બકરી ઈદનાં દિવસે 72 અબોલ જીવોને નવજીવન બક્ષતુ રાધનપુર નું પાંજરા પોળ…

પાટણ તા. ૧૭પાટણ જિલ્લાના રાધનપુર ખાતે બકરી ઈદનાં તહેવારને...

પાટણના સંડેર ગામમાં હાલો ભેરુ ગામડે દ્વિતીય સમર કેમ્પમા બાળકોની મોજ મસ્તી સાથે પ્રારંભ.

પાટણના સંડેર ગામમાં હાલો ભેરુ ગામડે દ્વિતીય સમર કેમ્પમા બાળકોની મોજ મસ્તી સાથે પ્રારંભ. ~ #369News