google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ શહેરના મુખ્ય બજાર માર્ગો પર વાઘ બારસથી લાભ પાંચમ સુધી ભારે વાહનો પર પ્રતિબંધ લદાયો…

Date:

પાટણ તા. ૨૪
પાટણ શહેર માં દિવાળી ના તહેવાર નિમિતે શહેર માં ટ્રાફિક સમસ્યાઓ ના નિવારણ માટે નગર પાલિકા સભાખંડ ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતા માં વેપારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં શહેર ના મેઈન રોડ પર ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે સૂચનો લેવાયા હતા. પાટણ શહેર માં આગામી દિવાળીના તહેવારને લઈ નગરપાલિકા ખાતે પ્રાંત અધિકારી મિતુલ પટેલ ની અધ્યક્ષતામાં વેપારીઓની મળેલી બેઠકમાં વેપારીઓ દ્વારા સૂચન કરવામાં આવ્યા હતા કે ટી આર પી ,પોલીસમેન બજાર માં મુકવામાં આવે.

તો ઐતિહાસિક ધરોહર રાણકીવાવ વિસ્તારમાં પણ ટ્રાફિકની સમસ્યા ન ઉદ્ભવે તે માટે પોલીસ પોઇન્ટ મુકવામાં આવે. બી એમ હાઈસ્કૂલ પાસે ઉભી રહેતી લારીઓ પ્રગતિ મેદાન માં ઉભી રાખવામાં આવે, શહેરમાં દિવાળી સમયે લાગેલ કમાનો દૂર કરી દોરી વડે બાંધવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.

દિવાળી સમયે મેઈન બજાર માં સવારે 8 વાગ્યા થી રાત્રે 10 વાગ્યા સુધી ફોર વ્હીકલ વાહનો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેમાં દિવાળીના તહેવાર સમયે ટ્રાફિક સમસ્યા નિવારવા શહેરના ચાર સ્થળે વાહનોના પાર્કિંગ સ્ટેન્ડ નક્કી કરાયા છે. દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરના મુખ્ય બજાર માર્ગો પર અવારનવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે તંત્ર દ્વારા તા.29/10/2024(વાઘ બારસ) થી તા.06/11/2024 (લાભપાંચમ) સુધી દિવાળીના તહેવારો હોઈ આ તહેવારો દરમિયાન લોકો બજારમાં ખરીદી કરવાં પાટણ શહેર તેમજ આજુ બાજુ ના ગામો માંથી આવતા હોઈ પાટણ શહેરના બજારમાં લોકોની ભીડ થાય છે. લોકો પોતાના વાહન સાથે આવતાં હોઈ ટ્રાફીક નિયંત્રણ કરવું જરૂરી બન્યું છે.

દિવાળીના તહેવારોને લઈને વાહન પાર્કિંગ માટે શહેરના શ્યામા પ્રસાદ પાર્ટી પ્લોટની સામે ખાડિયા બળિયા હનુમાન ટ્રસ્ટ મેદાન, પ્રગતિ મેદાન, ચર્તુભુજ બાગની સામે, જ્ઞાનબાઈ પ્રસુતિ ગૃહની જગ્યા અને એમ. એન. હાઈસ્કૂલના મેદાનની જગ્યા સુચિત કરવામાં આવી છે. આ બેઠક માં પ્રાંત ઓફિસરે વેપારીઓને દિવાળીના પર્વ નિમિત્તે ગંદકી ન થાય તે માટે ફરજિયાત ડસ્ટબિન રાખવા તેમજ વેપારીઓ દ્વારા પોતાની દુકાન આગળ ખોટા સેડ કે ટેબલો મૂકીને ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય જે બાબતે તંત્ર દ્વારા ચેકિંગ આધારિત વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જણાવી દિવાળીના તહેવાર શાંતિપૂર્ણ રીતે સૌ ઉજવે તે માટે સૌને સહકાર આપવા અપીલ કરી દિપાવલીની શુભેચ્છાઓ પાઠવી હતી. પાટણ પાલિકા ખાતે મળેલી વેપારીઓની આ બેઠકમાં પ્રાંત અધિકારી મિતુલ પટેલ, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, ચીફ ઓફિસર તેમજ એ ડિવિઝન પી. આઈ. બી. જે. ભોઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત  રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં રૂ. 32 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ સાથે હેરિટેજ રેલ્વે સ્ટેશન નું નિર્માણ થશે..

રવિવારે પાટણના સાંસદના વરદ હસ્તે નવીન હેરિટેજ રેલ્વે સ્ટેશનનું...

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોના ચૂંટણી ખર્ચ રજીસ્ટરો ની તપાસણી કરાશે…

પાટણ તા. ૩૦પાટણ જિલ્લામાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટે...

પાટણ યુનિવર્સિટી ની લાઇબ્રેરીની લિફ્ટ માં વિદ્યાર્થીઓ ફસાતા મુશ્કેલીમાં મુકાયા..

વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ ના કાર્યકરોએ લિફ્ટ માં ફસાયેલા વિદ્યાર્થીઓને...