fbpx

પાટણ માનવસેવા ગૃપ ના સેવાભાવી યુવાનો દ્રારા કરાતી દરિદ્ર નારાયણોની સેવા સહાનીય બની..

Date:

શહેરમાં રખડતા ભટકતા દરીદ્ર નારાયણને નવરાવી, ધોવરાવી, સ્વચ્છ કપડા પહેરાવી ભોજન કરાવ્યું..

પાટણ તા. 5
પાટણ માનવ સેવા ગ્રુપ દ્વારા દરિદ્ર નારાયણની સેવા કરવાનો સંકલ્પ હાથ મા લીધો છે ત્યારે કાળુ
ભાઈ નામના એક ભિક્ષુક ને શોધી તેઓને નવડાવી ધોવડાવી દાઢી કરી માથાના વાળ કાપી અને સ્વચ્છ કપડાં પહેરાવી માનવસેવા નું રુડું કામ માનવસેવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાળુભાઈ નામના દરિદ્ર નારાયણ પણ સ્વચ્છ અને સુંદર બની પ્રફુલિત થયા હતા અને માનવસેવા ગ્રુપના કાર્યકરોને અંતરથી આશીર્વાદ આપ્યા હતા. આ દરિદ્ર નારાયણ ને માનવસેવા ગ્રુપ દ્વારા સુંદર ભોજન જમાડી તેઓ ની આતરડી ઠારી હતી.

માનવસેવા ગ્રુપના સેવાભાવી સભ્યો સતિષભાઈ સ્વામી, ઈર્શાદ સિંધી, નૈતિક પ્રજાપતિ, નિરવ પંચાલ, કૌશિક પ્રજાપતિ, વૃષભ પ્રજાપતિ અને વિનોદભાઈ પ્રજાપતિ દ્વારા આ માનવ સેવાનું સુંદર કાર્ય દર રવિવારે હાથ ધરવા માં આવતું હોવા નું જણાવી પાટણ ની પ્રજાને પણ આવા કોઈ રખડતા ભટકતા ભિક્ષુકો નજરમાં હોય તો માનવ સેવા ગ્રુપ ના સતિષ ભાઈ સ્વામી ના મોબાઇલ નંબર. ૯૮૭૯૦ ૯૧૯૫૮, /૮૪૦૧૩૫૭૯૩૮ ઉપર સંપકૅ કરવા જણાવાયું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

હેમચંદ્રાચાર્ય ઉ.ગુ.યુનિ.ની પીજી અનુસ્નાતક સેમે-4 ની 14 પરીક્ષાનો બુધવાર થી પ્રારંભ..

120 સેન્ટરો ઉપર 50,000 થી વધુ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં...

પાટણ કોલેજ રોડ પરના અંડર પાસ માર્ગ પર પડેલા ખાડાઓના કારણે અકસ્માત થવાની સંભાવનાઓ..

તંત્ર દ્વારા અંડરપાસના ખાડાઓ તાત્કાલિક પુરાણ કરવામાં આવે તેવી...

પાટણના વાળીનાથ ચોક ખાતે બ્રહ્માણી નગરના શ્રી ગોગા મહારાજની જાતર અને રમેલ નો પ્રસંગ ઉજવાયો..

પાટણ તા. ૨૭પાટણ શહેરના વાળીનાથ ચોક વિસ્તારમાં આવેલ બ્રહ્માણી...

પાટણના ડેર સેજા ની આંગણવાડી ખાતે પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી..

પાટણના ડેર સેજા ની આંગણવાડી ખાતે પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી.. ~ #369News