રજૂઆતના પગલે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કાર્યવાહી કરવા પરિપત્ર કરાયો..
પાટણ તા. ૨૪
સિદ્ધપુર શહેર એ ઐતિહાસિક સરસ્વતી નદીના કિનારે વસેલું શહેર છે જ્યાં વર્ષે દહાડે ખૂબ જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને યાત્રાળુઓ આવે છે. સિદ્ધપુર સરસ્વતી કિનારે હમણાં છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર દ્વારા સરસ્વતી રિવરફ્રન્ટ જેવી યોજનાનું કામ ચાલી રહ્યું છે.
આ રિવરફ્રન્ટ ખાતેથી નિયમિત હજ્જારો ની સંખ્યામાં નદીની રેતી ભરેલા ડમ્પરો શહેરની વચ્ચો વચ્ચ થી બેફામ ચાલતા હોય છે જેના લીધે સિદ્ધપુર શહેરના રોડ ઉપર રેતી ઉડવાની ઘટના ઘટે છે અને સાથે સાથે સિદ્ધપુર નગર પાલિકાની ભૂગર્ભ ગટરોના ઢાંકણાઓ અને પાઇપ લાઈનો પણ તૂટવાના અસંખ્ય બનાવો બને છે.
વધુમાં ખાસ કરીને આ સર્વ ડમ્પરો મુક્તિધામ થી બિન્દુસરોવર રોડ ઉપર ચાલે છે જે શહેરની સહુ થી વધુ શાળાઓ આવેલી છે જે હંમેશા કોઈ મોટી દુર્ઘટના થવાની હોય એનો ડર રહે છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અને નગરપાલિકાની ગટર લાઇન, પાણીની લાઈનો ની સલામતી માટે આ સર્વ ડમ્પરોને નદીના સામે ના રસ્તાઓ જેવા કે લાલપુર,બિલિયા થઈ રોડ નો ઉપયોગ કરવા માટે ફરજ પાડવામાં આવે તો આવનાર સમય દિવાળી વેકેશનનો અને કારતક માસનો હોઈ નદી કિનારે રહેતા વિસ્તારમાં આ ડમ્પરો કોઈ મોટી દુર્ગધટના ઉભી કરે એ પહેલાં તાબડ તોબ નિર્ણય લઈ દુર્ઘટના થતી અટકાવવા માટે ત્વરિત પગલાં ભરવા ની માગ સાથે.
આ નદીની રેત લઈ જતાં વાહનો સરકારી ફી ચૂકવે છે કે કેમ એની પણ તપાસ હાથ ધરી અહીંના લોકોની આ રેત ચોરીનું જાહેરમાં ચાલતું કૌભાંડ હોવાની શંકા દૂર કરવા સમસ્યા નિવારણ મંચ, સિદ્ધપુર દ્ધારા માંગ કરવામાં આવી છે તો સમસ્યા નિવારણ મંચ સિદ્ધપુરની રજૂઆતના પગલે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સિધ્ધપુર શહેર મધ્યમાંથી પસાર થતા નદીની રેત ભરી લઈ બેફામ દોડતા ડમ્પરો રોકવા અંગે વિગતવાર અને નિયમાનુસારની જરૂરી કાર્યવાહી તાત્કાલિક કરવા પરિપત્ર કરાયો હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી