પાટણ તા. ૨૭
નોર્થ ગુજરાતએજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત ભગવતી ઇન્ટર નેશનલ પબ્લિક સ્કૂલમાં બે દિવસીય વાર્ષિક રમતોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કોલેજ કેમ્પસ ના સીડીઓ પ્રો.જય ધ્રુવ દ્વારા રમત ગમત ઉત્સવને ખુલ્લા મુકવામાં આવ્યો હતો. બે દિવસ મળીને કુલ 1500 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ એ ભાગ લઈ પોતાની આગવી પ્રતિભા દાખવી હતી.
આ કાર્યક્રમની શરૂઆત કરતા સૌ પ્રથમ પ્રો. જય ધ્રુવ, શાળાના આચાર્ય ડૉ. ચિરાગ પટેલે દીપ પ્રાગટ્ય કર્યુ હતું ત્યારબાદ શાળા ની વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવ્યું. સમગ્ર રમતોત્સવને ઉત્સાહિત બનાવવા માટે શક્તિવર્ધક, વિવિધ પ્રકારના એટલિ સ્ટિકસ દાવ સાથે શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા ડાન્સ રજૂ કરવામાં આવ્યો. જેમાં ઉર્જાવાન વિદ્યાર્થીઓ ચેમ્પિયન બન્યા હતા.
ચેમ્પિયન બનેલા વિદ્યાર્થીઓને NGES મેનેજમેન્ટ ના પ્રો. જય ધ્રુવ દ્વારા મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. એજ્યુકેટીવ ડાયરેક્ટર ડૉ. જે.એચ. પંચોલીએ રમતનું મહત્વ તથા રમતો સંઘની ભાવના ને પ્રગટ કરે છે તેવું જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી