પાટણ તા. ૨૭
પાટણ તાલુકાનાં વડલી ગામે વર્ષ ૨૦૨૧ મા એક વ્યકિત પર છરીથી હુમલો કરીને ગંભીર ઈજા કરવાનાં કેસમાં પાટણની કોર્ટે ત્રણ આરોપી પૈકી બે આરોપી સગાભાઈઓને પાટણની જયુડિસિયલ કોર્ટે દોષિત ઠેરવીને બંને ભાઈઓને આઈપીસી ૩૨૬ અને ૧૧૪ અંતર્ગત અઢી વર્ષ ની સાદી કેદ તથા આઈપીસી ૩૨૪/૧૧૪ અંતર્ગત એક વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી તથા આરોપીઓ એ ૩૦ દિવસમાં આ કેસમાં ઈજા પામનારા ફરિયાદીને રૂ. ૨૦,૦૦૦નું વળતર ચુકવી આપવું અને જો તેઓ વળતર ન ચૂકવે તો વધુ છ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં સજા પામેલા બે આરોપીઓમાં લાલાજી રાજેશ જી ઠાકોર અને સંજય જી ઉર્ફે સગલો રાજેશજી ઠાકોર રે. વડલી, તા. પાટણનો સમાવેશ થાય છે. આ કેસમાં સરકારી વકીલ કે. સી. વકીલે દલીલો કરી હતી.
અહેવાલ યશપાલ સ્વામી