પાટણ તા. ૨૭
ડૉ.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડૉ. અમીબેન ઉપાધ્યાય ની અધ્યક્ષતામાં પ્રાદેશિક કેન્દ્ર પાટણ સંલગ્ન ચાર જીલ્લા પાટણ, બ. કાંઠા, સા.કાંઠા અને મેહસાણા ના તમામ અભ્યાસ કેન્દ્રોના સંયોજકો અને સહસંયોજકો સાથે એક દિવસીય ચિંતન શિબીર હેમચંદ્રાચાર્ય ઉ. ગુ. યુનિ. ના હોસ્પિટલ મેનેજમેન્ટ કેમ્પસમાં તા. ૨૫ ઓકટોબર ના રોજ આયોજિત કરવામાં આવી હતી.
એક દિવસીય ચિંતન શિબિર ના અધ્યક્ષ પદે ઉપસ્થિત રહેલા ડો. આંબેડકર યુનિવર્સિટી ના કુલપતિએ પોતાના ઉદબોધન મા દૂરવર્તી શિક્ષણના હાર્દ ને સમજાવતા વર્તમાન સમયમાં યુનિવર્સિટી ની સતત અને અવિરત વિકાસલક્ષી અને પરિણામલક્ષી કામગીરી પર પ્રકાશ પાડી વિદ્યાર્થીને મૂંઝવતા પ્રશ્નો , અભ્યાસ કેન્દ્રને લગતા પ્રશ્નોનું સંતોષ કારક નિરાકરણ લાવી સૌને માર્ગદર્શિત કરેલ હતા .
જયારે લૅનર સપોર્ટ સેન્ટર ના હેડ ડૉ હિમાંશુભાઈ પટેલે પ્રવેશ પક્રિયા, અસાઇનમેન્ટ તેમજ પરીક્ષાની ઓનલાઈન કામગીરી વિષે માહિતી પ્રદાન કરી હતી. આ ચિંતન શિબિર માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રાદેશિક કેન્દ્ર પાટણ સંલગ્નના ચાર જિલ્લાના સંયોજકો અને સહસંયોજકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ચિંતન શિબિર ને સફળ બનાવવા પ્રાદેશિક કેન્દ્ર પાટણ ટીમ દ્વારા સુંદર આયોજન સાથે જહેમત ઉઠાવવામાં આવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી