પાટણ તા. ૧૯
પાટણ શહેરમાંથી વર્ષોની પરંપરા અનુસાર નીકળતા પાટણ મોઢ મોદી ઘાંચી જ્ઞાતિ સમાજના શ્રી બહુચર માતાના સંઘનું શુક્રવારના પવિત્ર દિવસે ચૈત્ર સુદ અગિયારસના રોજ ભવ્યાતિ ભવ્ય ભક્તિ સંગીતના સૂરો વચ્ચે સંઘ સંઘવી પરિવારના યજમાન પદે માં બહુચરના મંદિર પરિસર બહુચરાજી ખાતે જવા પ્રસ્થાન પામ્યો હતો.
આ પવિત્ર પ્રસંગે પાટણ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભી તેમજ પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોર,શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી સહિતના આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી માતાજીના સંઘના તેમજ સંઘવી પરિવારના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
પાટણ મોઢ મોદી ઘાંચી જ્ઞાતિ સમાજ દ્વારા પરંપરા અનુસાર નીકળતા શ્રી બહુચર માતાજીના આ સંઘના દર્શન માટે ઉપસ્થિત રહેલા પાટણ લોકસભાના ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર સહિત ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓનું અબીલ ગુલાલની છોળો વચ્ચે સ્વાગત કરી આવકાર્યા હતા.
અહેવાલ યશપાલ શ્યામી