google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

દિવાળીના મીની વેકેશન બાદ લાભ પાંચમના પવિત્ર દિવસે વેપારીઓએ પોતાના ધંધા રોજગાર રાબેતા મુજબ શરૂ કયૉ..

Date:

પાટણ તા. ૬
પાટણ શહેરમાં નૂતન વર્ષના દિવસે વેપારીઓ દ્વારા મુહૂર્ત કર્યા બાદ પાચ દિવસ સુધી પોતાના ધંધા રોજગાર બંધ રાખી પરિવાર સાથે તહેવારોની ઉજવણી કયૉ બાદ બુધવારે લાભ પાંચમના રોજ શુભ મૂહુર્તમાં વેપારી ઓ દ્વારા પોતાના ધંધા રોજગાર નું મુહૂર્ત કરી વેપાર શરૂ કર્યો હતો. જો કે પ્રથમ દિવસે બજારોમાં લગ્ન સિઝન નો માહોલ હોઈ બપોર સુધી ગ્રાહકોની અવર જવર રહેતા દુકાનો માં અંદાજ કરતા ઘરાકી વધારે રહેતા વેપારીઓનું નવુ વર્ષ સારૂ જવાના એંધાણ હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.

પાટણ શહેરમાં વર્ષોની પરંપરા મુજબ નુતનવર્ષમાં પાંચ દિવસ સુધી વેપારીઓ પોતાની દુકાનને બંધ રાખતા હોય છે . જોકે ચાલુ વર્ષે લગ્નસરાની સીજન હોવાથી વેપારી ઓ લાભ પાંચમ ના દિવસે પોતાની દુકાનો શુભ મુહૂર્ત માં પૂજા કરી ખોલી હતી.

વેપારીઓને લગ્ન સીઝન ની ખરીદી નવા વર્ષમાં રહેવાની શક્યતા રહેલી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું . જોકે છેલ્લા દોઢ વર્ષ ની સરખામણીમાં લગ્ન સીઝનની ઘરાકી 40 ટકા જેટલી રહેવાનો આશાવાદ વેપારીઓએ વ્યક્ત કર્યો છે.આમ આ વખતે વેપારીઓ માટે સારી દિવાળી રહી હતી.

લગ્ન સીઝન ભરપુર હોવાથી ઘણાં વેપારીઓએ પોતાના ધંધા રોજગારને બેસતાવર્ષ પછી પણ ચાલુ રાખ્યા હતા . આથી જિલ્લાના બજારોમાં કાપડ , જવેલર્સ સહિતની દુકાનો ખુલ્લી જોવા મળી હતી. જયારે મોટા ભાગના વેપારીઓ એ લાભ પાચમ ના પવિત્ર દિવસે રાબેતા મુજબ પોતા ના ધંધા રોજગાર નો પ્રારંભ કરતાં બજારો પુનઃ ધમધમતા  જોવા  મળ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

દિવાળીના તહેવાર સમયે ટ્રાફિક સમસ્યા નિવારવા શહેરના ચાર સ્થળે વાહનોના પાર્કિંગ સ્ટેન્ડ નક્કી કરાયા..

પાટણ તા. ૨૪આગામી દિવાળીના તહેવારોને અનુલક્ષીને શહેરમાં ઉદ્ભવતી ટ્રાફિક...

પાટણ યુનિવર્સિટીના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ ખાતે ફાયર સેફટી ની મોક ડ્રીલ યોજાઈ…

પાટણ તા. 8 સમયની જરૂરિયાત અને સ્કીલ ડેવલોપમેન્ટને ધ્યાનમાં...

પાટણ પંથક ના વિવિધગ્રામ્ય વિસ્તારો માં અનુસૂચિત જાતિ સમાજના લોકો ધર્મ પરિવર્તન તરફ વળ્યા..

પાટણ પંથકના વિવિધગ્રામ્ય વિસ્તારોમાં અનુસૂચિત જાતિ સમાજના લોકો ધર્મ પરિવર્તન તરફ વળ્યા.. ~ #369News