fbpx

પાટણ નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી અંતગૅત વોડૅ વિસ્તારમાં ચેમ્બરોની સફાઈ કરાઈ..

Date:

પાટણ તા. ૧૭
પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત પાલિકા દ્વારા શહેરના વિવિધ વોડૅ વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે સોમવારે ઘીવટા વોર્ડ ઇન્સ્પેકટર જીગર પ્રજાપતિ ની ટીમ દ્વારા શહેર ના છીંડીયા દરવાજા પાસે આવેલ રામપાર્ક સોસાયટી બહારની આવેલ ચેમ્બરોની સફાઈ કરાવવામાં આવી હતી.

આ ચેમ્બર માથી સફાઈ કામદારો એ અસહ્ય દુગૅધ યુક્ત એકત્ર થયેલા કાદવ કીચડ સહિત ના કચરાનો નિકાલ કરી વરસાદ ના પાણી સરળતાથી ચેમ્બર મારફત નિકાલ થાય તેવી કામગીરી કરવામાં આવી હતી.

પાટણ નગરપાલિકા દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત હાથ ધરાયેલી શહેરના વિવિધ વોર્ડ વિસ્તારની કામગીરી શહેરીજનોમાં સરાહનીય બનવા પામી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

13 વર્ષની સગીરાના બાળલગ્ન કરાવવા મુદ્દે 3 સામે બાળ લગ્ન પ્રતિબંધ કાયદા હેઠળ ગુનો નોંધાયો…

બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીએ સગીરાની માતા, સાસુ અને લગ્ન...