google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

દીપાવલી સ્નેહ મિલન સાથે પાટણ માર્કેટ યાર્ડ લાભ પાંચમ ના દિવસ થી પુન: ધમધમતું થયું..

Date:

પાટણ તા. 6
દિપાવલી ના મીની વેકેશન બાદ બુધવાર ને લાભ પાંચમના પવિત્ર દિવસથી પાટણ માર્કેટ્યાડૅ ખાતે દિપાવલી સ્નેહ મિલન કાર્યક્રમ સાથે પુનઃ ધમધમતું થયું હતું. દિપાવલી ના મીની વેકેશન બાદ લાભ પાચમ થી શરૂ થયેલા પાટણ માર્કેટયાર્ડ ખાતે પંથકના ખેડૂતો દ્વારા પોતાની વિવિધ જણસો વેચાણ માટે લાવતા જેની વિધિવત્ત રીતે હરાજીનો આરંભ કરવા માં આવ્યો હતો. પાટણ માર્કેટયાર્ડમાં દિવાળીના વેકેશન બાદ બુધવારે લાભપાંચમના દિવસે વેપારીઓ દ્વારા ધંધા રોજગાર ના મુહૂર્ત કરી હરાજીનો આરંભ કરવામાં આવ્યો હતો.

વહેલી સવારથી જ જિલ્લામાંથી ખેડૂતો મગફળી,કપાસ અને એરંડા સહિત ની જણસો વેચવા માટે આવતા પ્રથમ દિવસે જ માર્કેટયાર્ડમાં કપાસ,મગફળી એરડાની સારી આવક થઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. પાટણ માર્કેટયાડ માં લાભ પાંચમ ના શુભ મુહૂર્તના દિવસે આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં ચેરમેન સ્નેહલ પટેલ તથા બોર્ડ ડિરેક્ટરો સહિત વેપારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા અને નવા વર્ષની એકબીજા ને શુભેચ્છાઓ પાઠવી હતી.

લાભ પાચના શુભ મહુર્ત માં મગફળી ની અંદાજીત 5 હજાર બોરી આવક થઈ હતી જેમાં ઉંચા ભાવ 1070 રહ્યા હતા.તો એરંડાની અંદાજીત 2335 જેટલી બોરી ની આવક થઈ હતી જેમાં 1250 થી 1297 ભાવ પડ્યા હતા. જયારે કપાસ ની 25 ગાડી જેટલી આવક થઈ હતી જેના ઉંચા ભાવ 1571 પડ્યા હતા. આમ પ્રથમ દિવસે મગફળી, કપાસ અને એરંડા ની સારી એવી આવક પાટણ માર્કેટયાર્ડમાં થઈ હોવાનું સુત્રોએ  જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ઘટક-1 માં પૂર્ણા યોજના અંતર્ગત વાનગી હરિફાઈ યોજાઈ..

વાનગી હરીફાઈ માં વિજેતા બનેલ કુમારીઓને ઇનામો અપી પ્રોત્સાહિત...

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ધનતેરસના પવિત્ર દિવસે ધનવંતરીની પૂજા કરવામાં આવી..

પાટણ તા. ૧૦પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ડોક્ટર સેલ...

પાટણ સાયન્સ સેન્ટર ખાતે પ્રકાશ વિજ્ઞાન અને પ્રકાશીય ઉપકરણ પર વર્કશોપ યોજાયો…

પાટણ તા. ૯ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા...