fbpx

પાટણ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નો નવમો વાષિર્ક પાટોત્સવ ઉજવાયો..

Date:

ભગવાન સ્વામિ નારાયણ સન્મુખ 56 ભોગ નો અન્નકુટ ભરવામાં આવ્યો..

મોટી સંખ્યામાં હરિભકતો એ ઉપસ્થિત રહી દશૅન પ્રસાદ નો લાભ લઈ ધન્યતા અનુભવી..

પાટણ તા. 5
પાટણના ટેલીફોન એક્સચેન્જ રોડ પર આવેલ ત્રિભોવન પાકૅ સોસાયટી ખાતેના બીએપીએસ સ્વામિ નારાયણ મંદિર નો નવમો પાટોત્સવ ઉજવાયો ભક્તિ સભર માહોલ મા ઉજવવામાં આવ્યો હતો.પાટણ ટેલિફોન એક્સચેન્જ રોડ ઉપર આવેલ ત્રિભોવન પાર્ક સોસાયટી ખાતે બી એ પી એસ સ્વામિનારાયણ મંદિર ના નવ વર્ષ પૂર્ણ થતા વાષિર્ક પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો.સવારથી જ મંદિરમાં ભગવાન સ્વામિ નારાયણની આરતી,પૂજા, મહાપુજા અને સાંજે અન્નકૂટનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન સ્વામિ નારાયણ ને વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. જેનો દરેક હરિભક્તો એ અન્નકૂટના દર્શન પ્રસાદ નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

આ પ્રસંગે ખાસમહેસાણા મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય કરુણામૂર્તિ સ્વામીએ પોતાની વાણી નો લાભ આપ્યો હતો.તેઓ એ જણાવ્યું હતું કે આપણા જીવનમાં સત્સંગ પ્રદાન થાય તેવું જીવન જીવવું જોઈએ જે માણસ સત્સંગ કરશે એ માણસ વ્યવહાર પણ સારો કરશે અને આ લોક અને પરલોક નું સુખ માણસને સત્સંગ થકી જીવન માં શું નથી કરવાનું અને શું કરવાનું છે તેની સભાનતા આવે છે.

પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વમાં 1100 જેટલા નવ્ય ભવ્ય મંદિરો બનાવી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી છે. આજે પાટણ ખાતે આ નવમાં પાટોત્સવ પ્રસંગે સર્વ હરિભકતો મંદિર સાથે અને સંતો સાથે કાયમ જોડાણ રાખશો તેવા શુભ આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે પૂજ્ય મુક્ત મુની સ્વામી, તથા પાટણ મંદિરના સેવાનીષ્ઠ સ્વામી, સેવા વત્સલ સ્વામી એ ખાસ ઉપસ્થિત રહી હરિ ભક્તોને રૂડા આશીર્વાદ આપ્યા હતા.આ પાટોત્સવનું સુંદર આયોજન બીએપીએસ સ્વામિ નારાયણ મંદિર દ્વારા કરવામાં આવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

લોક-કલ્યાણ નારી શક્તિ સંગઠન ગુજરાત દ્વારા પાટણ ખાતે ઐતિહાસિક મહિલા સ્નેહ સંમેલન યોજાયું…

વહીવંચા તુરી બારોટ સમાજનો સૌ પ્રથમવાર સ્નેહ સંમેલન યોજાયો. સંગઠન...

પાટણ રોટરી કલબ દ્વારા આયોજિત તરણ સ્પર્ધામા 110 સ્પૅધકોએ ભાગ લીધો…

વિજેતા સ્પૅધકોને શિલ્ડ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા.. પાટણ તા. ૨૩રોટરી...

પાટણ ની સાગોટાની શેરી વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે રહીશોએ કલેકટર કચેરી ખાતે રજુઆત કરી.

હિન્દુ મોહલ્લામાં રહેતા કેટલાક લોકો વિધર્મીઓને મકાન વેચી રહ્યા...