fbpx

પાટણના બગવાડા નજીક આવેલ હજરત કાલુ શહિદ (ર. અ. ) નો સદલ શરિફ ઉજવાયો..

Date:

પાટણ તા. ૨૦
પાટણ એક ઐતિહાસિક શહેર છે આ શહેર ની ઐતિહાસિક ધરોહર માં દરેક સંપ્રદાય ના સૂફી સંતો ની મજારો અને સમાધિઓ ઐતિહાસિક ધરતી ની યશગાથા વર્ણવી રહી છે. આ શહેર ની પવિત્ર ભૂમિ ને સુફી સંતોએ પોતાની કર્મ ભૂમિ બનાવી સમગ્ર શહેર અને દેશ ના લોકો ને કોમીએકતા, ભાઈચારો, શાંતિ અને સલામતી ના પાઠ શીખવી કુકર્મો, વ્યસનો, અને અનુકરણ ને તિલાંજલિ આપી ને લોકો ને સુખરૂપ સુકર્મ કરી ને જીવન વિતાવવા ની શિક્ષા સૂફી સંતો નો મુખ્ય ઉદ્દેશ રહ્યો હતો.

બુધવારે પાટણ શહેરના બગવાડા દરવાજા પાસે આવેલી હજરત કાલુ શહીદ (ર.અ) નો ઇસ્લામિક કેલેન્ડર ના જીલહજ મહિના ના ૧૨ માં ચાંદ અને તા.૧૯ મી જુલાઈ ના રોજ સંદલ શરીફ ઉજવાયો હતો. વર્ષો ની પરંપરા અનુસાર દોસ્ત ના મહોલ્લા માં રહેતા પીરું મિયા લાલ મિયા સૈયદ ના ઘેર થી બેન્ડવાજા સાથે ચાદર સહિત સંદલ નીકળ્યું હતું અને નીલમ સિનેમા, ઝીણીરેત, જુનાગંજ બજાર, બગવાડા દરવાજા થઈ દરગાહ પર પહોંચ્યું હતું.

જ્યા કાલુ શહીદ (ર.અ) ની મજાર પર ચાદર પોશી અને ફાતિહા ખ્વાની કરી દેશ અને દેશ બાંધવો માટે તેમજ સમગ્ર માનવજાત ના કલ્યાણ માટે દુઆઓ કરવામાં આવી હતી. ત્યાર બાદ ન્યાજ તકસીમ કરવા માં આવી હતી. આ સંદલ શરીફ માં પિરુમુયા સૈયદ, ચાંદ મિયા સૈયદ, સદ્દામ સૈયદ, સાબિર શેખ, તોહીર સૈયદ, મઝરખાન પઠાણ, વકીલ સૈયદ ની સાથે મોટી સંખ્યામાં હિન્દૂ-મુસ્લિમ અકીદતમંદો અને શ્રદ્ધાળુ ઓ જોડાયા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સરસ્વતી જળાશયમાં સુજલામ સુફલામ ના પાણી છોડાતા ખેડૂતો મા ખુશી છવાઈ…

સરસ્વતી જળાશયમાં પાણી છોડાતા પંથકના ૨૩ થી વધુ ગામોને...