લાયન્સ કલબ પાટણની સેવા પ્રવૃતિને કેદીઓ સહિત જેલર અને પોલીસ સ્ટાફે સરાહનીય લેખાવી..
પાટણ તા.20
લાયન્સ કલબ ઓફ પાટણ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી સેવા ક્ષેત્રે આગવી નામના પ્રાપ્ત કરી છે.ત્યારે છેલ્લા કેટલાક સમયથી પડતી અસહ્ય ઠંડી ને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લા સબજેલ, સુજનીપુર ખાતે નાં જરૂરિયાતમંદ કેદીઓને કડકડતી ઠંડીમાં રક્ષણ માટે લાયન્સ કલબ પાટણ પરિવાર દ્વારા ગરમ ઘાબળા વિતરણ કરવાનો સેવા પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો.
પાટણ સબ જેલમાં રહેલા 150 જેટલા કેદીઓને શિયાળાની કડકડતી ઠંડી મા રક્ષણ આપતા ગરમ ધાબળા મળતા તેઓના ચહેરા ઉપર ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી.તો સબ જેલ ના જેલર સહિત ફરજ પરના પોલીસ સ્ટાફે લાયન્સ કલબ ઓફ પાટણ પરિવાર ની સેવા પ્રવૃત્તિ ને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.
લાયન્સ કલબ ઓફ પાટણ દ્રારા આ સેવા પ્રોજેક્ટ મા લાયન્સ પ્રમુખ ગોપાલસિંહ રાજપૂત, મંત્રી અમિષભાઇ મોદી, પ્રોજેક્ટ ચેરમેન લા.હેમંત તન્ના, લા.ભરત પરમાર, લા.આર.સી.પટેલ લા. કિશોર મહેશ્વરી લા. મનોજ પટેલ લા.ગૌરવ મોદી, લા.નટવરસિંહ ચાવડા, લા.જેસંગભાઇ ચૌધરી, લા.પ્રજ્ઞેશ પટેલ, લા.નટુભાઈ દરજી લા.કનુ મોદી સહિત ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.