પાટણ તા. ૨૭
પાટણની હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટીના એમબીએ ભવન ખાતે રવિવારે પત્રકારત્વવિભાગ દ્વારા સાંપ્રત પ્રવાહમાં મૂલ્યલક્ષી પત્રકારત્વ વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન યુનિવર્સિટી ના કુલપતિ ડૉ.કે.સી. પોરીયાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.જેમાં તજજ્ઞ તરીકે સ્તંભ લેખક જયવંત પંડ્યા દ્વારા પાટણ જિલ્લાના પત્રકારોને આજના વર્તમાન સમયમાં પત્રકારત્વ ની ભૂમિકા અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
આ પ્રસંગે કુલપતિ ડૉ.કે.સી.પોરિયાંએ સંબોધન કરતા જણાવ્યું હતું કે મીડિયા લોકશાહીનો ચોથો સ્તંભ છે. સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં તેની મુખ્ય ભૂમિકા હોય છે. પત્રકારે સમાજ અને રાષ્ટ્રના હિતમાં સારા અને ખોટા બંને કાર્યો નિષ્પક્ષ રીતે ઉજાગર કરવા જોઈએ. આ કાર્યક્રમમાં રજીસ્ટ્રાર ડૉ. રોહિત દેસાઈ , પત્રકારત્વ વિભાગના ઇન્ચાર્જ અધ્યક્ષ આનંદ પટેલ સહિતના પાટણ જિલ્લાના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયા ના પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રશ્નોતરી સાથે પત્રકારોની મૂલ્યલક્ષી પત્રકારત્વ વિશે વાકેફ બન્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી