google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પુનઃ વ્યાપેલી કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને પાટણ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતાં ડો.રાજુલ દેસાઈ..

Date:

સિવિલ સત્તાધીશો સાથે વિચાર વિમર્શ કરી સિવિલ ની ખુટતી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા સરકાર ને રજુઆત કરાશે..

સરકારી યોજનાઓની મહિલાઓને જાણકારી આપી મહિલાઓને પગભર બનાવવા બેઠક યોજાશે..

પાટણ તા.૫
ગુજરાત માં પુનઃ વ્યાપેલી કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને ગુરુવારના રોજ પાટણ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા ડો. રાજુલ દેસાઈ સહિત પાટણ નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણા તેમજ પાટણ નગરપાલિકાના કોર્પોરેટરો અને ભાજપના આગેવાનો દ્વારા પાટણ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર બાબતે ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરી ફરજ પરના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી સિવિલ હોસ્પિટલમાં ખૂટતા તબીબી સ્ટાફ સહિતની સાધન સામગ્રી માટે સિવિલ હોસ્પિટલના સતાધીશો સાથે વિચાર વિમર્શ કરી આ બાબતે ગુજરાત સરકાર ની સાથે સાથે આરોગ્ય મંત્રી ને રજુઆત કરવામાં આવશે તો સાથે સાથે ધારપુર હોસ્પિટલ ની પણ ટીમ દ્વારા મુલાકાત કરવામાં આવનાર હોવાનું ડો.રાજુલ દેસાઈ એ જણાવ્યું હતું.વધુમા તેઓએ જણાવ્યું હતું કે પાટણમાં મહિલાઓને રોજગારી મળે અને મહિલાઓ પણ પગ ભર બની પરિવારજનોને મદદરૂપ બને તે માટેની સરકારની વિવિધ યોજનાઓ થી મહિલાઓને વાકેફ કરવા પાટણ ખાતે બેઠક યોજવામાં આવનાર હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમોરા માતાની જન્મ જયંતી પર્વની ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવી.

માતાજીની પાલખી યાત્રા અને યજ્ઞના ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં...

પાટણની રાણકી વાવ ને G-20 ના ફાઇનાન્સ ટ્રેક મિટિંગના પ્રતિનિધિ મંડળે નિહાળી અભિભૂત બન્યા..

પાટણ તા. 19ઐતિહાસિક નગરી પાટણની બુધવારના રોજ G-20 ફાયનાન્સ...

ક્લાઈમેટ સ્માર્ટ પાટણ ઈનિશિએટીવ બનાવવા MHT નો નવતર પ્રયોગ : પાલિકા પ્રમુખ…

વાતાવરણ માં શ્રમિકોને કેવી રીતે રહેવું તેની સમજ આપવા...