fbpx

પાટણ શહેરના મુખ્ય બજાર માર્ગો પર સર્જાતી ટ્રાફિક સમસ્યાને નિવારવા એ ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી..

Date:

મુખ્ય બજાર માર્ગો પર આડેધડ ઊભા રહેતા વાહનચાલકો તેમજ ટ્રાફિક ને અડચણ રૂપ વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરાઈ..

પાટણ પોલીસની કામગીરીને પાટણના વેપારીઓ અને પ્રબુદ્ધ નગરજનોએ સરાહનીય લેખાવી.

પાટણ તા. 15

પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં તેમજ મુખ્ય માર્ગો પર અવાર-નવાર સર્જાતી ટ્રાફિક ની સમસ્યા તેમજ આડેધડ રોડ પર કરાતા વાહનો પાર્કિંગને લઈને પાટણના નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોય. આ બાબતે પાટણ એ ડિવિઝન પોલીસ મથકમાં પાટણના કેટલાક પ્રબુદ્ધ નગરજનો ની રજૂઆત ના પગલે અને પોલીસની ફરજના ભાગરૂપે શનિવારના રોજ પાટણ એ ડિવિઝન પી.આઈ પરમાર ની આગેવાની હેઠળ પોલીસ સ્ટાફના માણસોએ શહેરના મેઈન બજાર, હિંગળાચાચર ચોક, જુનાગજ બજાર જેવા માનવ મહેરામણ થી ધમધમતા વિસ્તારોમાં આડેધડ ઊભા રહેતા વાહન ચાલકો તેમજ ટ્રાફિકને અડચણરૂપ બનતા વાહન ચાલકો સામે કાયદાનો કોરડો વિંઝયો હતો.અને સ્થળ પર દંડ વસૂલવાની કામગીરી પણ હાથ ધરી હતી.

પાટણ એ ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરાયેલી ટ્રાફિક નિવારવાની આ કામગીરીને પાટણના વેપારીઓ સહિત પ્રબુદ્ધ નગરજનો એ સરાહનીય લેખાવી શહેરમાં કાયમી ધોરણે ટ્રાફિકના નિયમનનું ચુસ્તપણે પાલન થાય તેવી આશા વ્યક્ત કરી હતી. પાટણ એ ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરાયેલી ટ્રાફિક સમસ્યાને નીવારવાની આ કામગીરી ને લઈને આડેધડ વાહનોપાર્કિંગ કરતા તેમજ ટ્રાફિકને અડચણરૂપ બનતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

મુસ્લિમ સમાજના પેયગંબર વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનાર સામે કડક કાર્યવાહી કરવા પાટણ મુસ્લિમ સમાજની માંગ.

મુસ્લિમ સમાજના પેયગંબર વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનાર સામે કડક કાર્યવાહી કરવા પાટણ મુસ્લિમ સમાજની માંગ. ~ #369News

પાટણના સિધ્ધી સરોવર મા પટ્ટણી યુવાને અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી….

સુસાઈડ પોઈન્ટ બનેલા સિદધી સરોવર પર ફુલ ટાઇમ સિકયુરીટી...

પાટણના ખાલકશાપીર વિસ્તારમાં અંડરપાસની માગ સાથે લોકસભાની ચુંટણી બહિષ્કારના બેનરો લાગ્યા..

પાટણ તા. ૨૯પાટણની ખાલકશાપીર મંદિર રોડથી ઝીલ સોસાયટી પાસેનાં...