fbpx

રાધનપુરમાં ઠંડી સામે રક્ષણ મળે તે માટે કરાયેલ તાપણું ની આગે બે લોકો દઝાડયા..

Date:

દાઝેલ બંન્ને લોકોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે મહેસાણા રીફર કરાયા..

પાટણ તા.17
પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી કાતિલ ઠંડીએ પડાવ નાખ્યો છે. ઉત્તર-પૂર્વના ઠંડા પવનના કારણે ઠંડી વધી છે જેના કારણે ઠંડી થી રક્ષણ મેળવવા લોકો તાપણા નો સહારો લેતા હોય છે. ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર નેશનલ હાઇવેની કામગીરી કરતા પ્લાન્ટ પર બે ઈસમો તાપણું કરતા સમયે ગંભીર રીતે દાઝતા બન્ને પ્રાથમિક સારવાર રાધનપુર ખાતે આપ્યા બાદ વધુ સારવાર માટે મહેસાણા ખસેડવામાં આવ્યા હતા.

આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ શહેર સહિત જિલ્લામાં છેલ્લા પાંચ દિવસ થી ઠંડી નો ચમકોરો જોવા મળી રહ્યો છે ત્યારે રાધનપુર નેશનલ હાઇવેની કામગીરી કરતા મજુર વગૅ ના લોકોએ ઠંડી થી બચવા માટે તાપણું કર્યું હતું .

તાપણું કરતા સમયે આગમાં કોઈ પદાર્થ નાખવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં તાપણું તાપી રહેલા ઈસમો પૈકી બે ઈસમો આગ ની લપેટ માં આવતા ગંભીર રીતે દાઝ્યા હતા. આગની લપેટમાં દાઝેલા બન્ને ઈસમો ને તાત્કાલિક સારવાર માટે રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં પ્રાથમિક સારવાર અપાઈ હતી. ત્યાર બાદ એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર અર્થે મહેસાણા ખાતે બંન્ને રિફર કરવામા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા પાંચેક દિવસથી ઠંડી એ જોર પકડયું છે ત્યારે લોકો ઠંડી થી બચવા તાપણા નો સહારો લેતા હોય છે ત્યારે આવા લોકો એ આવી ધટના થી બચવા સાવચેતી રાખવી જોઈએ તેવુ લોકો કહી રહ્યા છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લાના ખેડૂતોને એક વર્ષમાં ટ્રેક્ટર ખરીદવા રાજય સરકાર દ્વારા રૂ.4 .86 કરોડની સહાય અપાઈ..

પાટણ જિલ્લાના ખેડૂતોને એક વર્ષમાં ટ્રેક્ટર ખરીદવા રાજય સરકાર દ્વારા રૂ.4 .86 કરોડની સહાય અપાઈ.. ~ #369News

પ.પૂ.ગુરુવર્ય આચાર્યશ્રી કુલચંદ્ર સુરેશ્વરજી(કેસી) મહારાજ સાહેબ ના ટોરેન્ટો ગૃપના ઉધોગ પતિ એ આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી..

પ.પૂ.ગુરુવર્ય આચાર્યશ્રી કુલચંદ્ર સુરેશ્વરજી(કેસી) મહારાજ સાહેબ ના ટોરેન્ટો ગૃપના ઉધોગ પતિ એ આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી.. ~ #369News