fbpx

હારીજ ની બેક ઓફ બરોડા દ્વારા લોન બાકી પેટે સીલ કરાયેલ મિલકત નું સીલ તોડનાર ત્રણ સામે ફરિયાદ નોંધાઈ..

Date:

બેક મેનેજર દ્વારા હારીજ પોલીસ મથકે ત્રણ શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી.

પાટણ તા.18
હારીજ ની બેક ઓફ બરોડા શાખા દ્રારા બાકી લોનની રકમ ભરપાઈ નહિ કરનાર બાકીદાર ની મિલકત ને શીલ મારવામાં આવેલ જે શીલ મિલકત માલિક દ્વારા બેક ની જાણ બહાર તોડી ગુનો કર્યો હોવાની બાબતને લઇને બેક ઓફ બરોડા હારીજ શાખા ના મેનેજર દ્વારા પોલીસ ફરિયાદ કરતાં વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
આ કામે હકીકત એવી છે કે વાધેલા ભીખાજી ખોડાજી, વાધેલા જયરાજસિંહ ભીખાજી અને વાધેલા ભરતસિંહ ભીખાજી એ પોતાની ભાગીદારી પેઢી મેસર્સ પ્રકાશ મણી કોટન ઇન્ડસ્ટ્રીઝ નામથી ધંધો કરવા બેન્ક ઓફ બરોડા હારીજ શાખામા લોનની રકમ નિયત સમયમા નિર્મિત હપ્તેથી ભરવાની શરતે મેળવેલ હતી પરંતુ તેઓ દ્રારા નિયત કરેલ લોન ના હપ્તા ન ભરતા ભાગીદારી પેઢી વિરુધ્ધ સિક્યોરાઇઝેશનના કાયદા અન્વયે કલેકટર પાટણના હુકમ આધારે મામલતદાર ની હાજરીમાં હારીજ સીટી સર્વે નં.4262 જેના શીટ નં.45 વાળી રહેઠાણ લાયક રો-હાઉસ મકાનને તા.17/7/2018 નારોજ બેક દ્વારા શીલ મારેલ પરંતુ આ કામના તહો,એ એકબીજાના મેળાપીપણામાં કાવતરું રચી બેન્કના શીલ તોડી ગુન્હો કરતાં બુધવાર ના રોજ બેક ઓફ બરોડા હારીજ શાખાના મેનેજર કમલેશભાઇ દલપરાજ સાંખલા દ્વારા વાઘેલા ભીખાજી ખોડાજી,વાઘેલા જશરાજસિંહ ભીખાજી અને વાઘેલા ભરતસિંહ ભીખાજી સામે હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

નાલંદા વિદ્યાલય રાધનપુરમાં વાર્ષિકોત્સવ” રામોત્સવ – 2024 “ની ઉજવણી કરાઈ…

પાટણ તા. 29રાધનપુર નાલંદા વિધાલય નો વાર્ષિકોત્સવ "રામોત્સવ-2024" ની...

રાધનપુરમાં વાહન ચાલકો ને પરેશાન કરતાં શખ્સો ને ઠપકો આપવા ગયેલ પોલીસ કોસ્ટેબલ પર હુમલો કરાયો..

ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલ દ્ધારા પોલીસ ફરિયાદ કરાતા ત્રણ શખ્સોની પોલીસે...

શંખેશ્વર તાલુકાના મેમણા ગામે સનાતન હિન્દુ સંત એકતા સંમેલન યોજાયું..

શંખેશ્વર તાલુકાના મેમણા ગામે સનાતન હિન્દુ સંત એકતા સંમેલન યોજાયું.. ~ #369News