fbpx

પાટણ શહેરના વાસીપરા વિસ્તારમાં રહેતાપ્રજાપતિ પરિવારે પોતાની 95વર્ષીય માતૃશ્રી ની ઈચ્છાઅનુસાર જીવતા જગતિયા નો પ્રસંગ ઉજવ્યો..

Date:

પરિવાર દ્વારા માતૃશ્રીનું ઋણ અદા કરવા આયોજિત કરાયેલા આ જીવતા જગત્યાના પ્રસંગ
ને સમાજે સરાહનીય લેખાવ્યો..

પાટણ પ્રજાપતિ મિત્ર મંડળ અને ફોટોગ્રાફર મિત્ર મંડળે પ્રસંગમાં ઉપસ્થિત રહી શેષ જીવનની શુભેચ્છાઓ પાઠવી..

પાટણ તા.10
પાટણ શહેરના વાસીપરા વિસ્તાર માં રહેતા પ્રજાપતિ સમાજના 95 વર્ષીય શકરીબેન શિવરામ ભાઈ પ્રજાપતિ ની ઈચ્છા અનુસાર તેઓના પરિવાર જનો દ્વારા રવિવારનારોજ જીવતા જીવ જગત્યાનો પ્રસંગ હષોર્લ્લાસ મય વાતાવરણ વચ્ચે ઉજવવા માં આવ્યો હતો.કહેવાય છે કે જન્મ લેનાર દરેક વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત હોય છે.

પરંતુ કેટલાક એવા લોકો હોય છે કે જેઓ પોતાના જીવતે જીવ પોતાના મૃત્યુ પાછળની કરાતી વિધિ પોતાની હયાતીમાં જોવા માંગતા હોય છે.ત્યારે પાટણ શહેરના વાસીપરા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના 95 વર્ષીય શકરીબેન શિવરામભાઈ પ્રજાપતિએ પોતાના પુત્ર સ્વર્ગસ્થ હરિભાઈ, લક્ષ્મણભાઈ, જીવણભાઈ, ગણપત
ભાઈ, ભાઈલાલભાઈ, હસમુખભાઈ અને પૌત્ર દિલીપ હરિભાઈ પ્રજાપતિ સમક્ષ પોતાના જીવતે જીવ જગતિયું કરવાની ઈચ્છા પ્રગટ કરતા પરિવારના તમામ સભ્યોએ પોતાની માતાની આજ્ઞાનું પાલન કરવા અને તેઓની મનોકામના પરિપૂર્ણ કરવા રવિવારના રોજ પોતાના નિવાસ સ્થાને મૃત્યુ બાદ થતી તમામ વિધિ પોતાની માતૃશ્રી ની હયાતીમાં કરીને માતૃ ઋણ અદા કર્યું હતું.

પાટણ પ્રજાપતિ સમાજ ના પરિવાર દ્વારા પોતાની 95 વર્ષીય માતૃશ્રીના જીવતા જીવ જગતિયાના આ પ્રસંગની નોંધ પાટણના પ્રજાપતિ સમાજના ફોટોગ્રાફર મિત્ર મંડળ અને પાટણ પ્રજાપતિ મિત્ર મંડળે લઇ આ પ્રસંગમાં સહભાગી બનવાનો લ્હાવો લઈ 95 વર્ષીય શકરીબેન શિવરામભાઈ ને સાલ અને બુકે અર્પણ કરી તેઓની શેષ જિંદગી નીરોગી, સુખમય અને શાંતિમય રીતે પૂર્ણ બને તેવી અભિલાષા વ્યક્ત કરી હતી.

પાટણ શહેરના વાસીપરા વિસ્તારમાં રહેતાપ્રજાપતિ પરિવાર દ્વારા પોતાની 95 વર્ષીય માતૃશ્રી ની અંતિમ ઈચ્છા પૂરી કરવા આયોજિત કરાયેલા આ જીવતા જીવ જગતિયાના પ્રસંગને સમાજના અન્ય લોકોએ પણ સરાહનીય લેખાવ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

સિધ્ધપુર ની શ્રી અભિનવ હાઈસ્કૂલમાં શિક્ષક દિવસની ઉજવણી સ્વયં શિક્ષક દિન તરીકે ઉજવાઈ.

પાટણ તા. 5 વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન સિદ્ઘપુરની શ્રી...

પાટણ ના સિધ્ધિ સરોવરે બાલા બહુચર માતાની પૂનમની અસવારી નિકળી.

પાટણ ના સિધ્ધિ સરોવરે બાલા બહુચર માતાની પૂનમની અસવારી નિકળી. ~ #369News