fbpx

અનુસૂચિત જાતિ મોરચા ગુજરાત પ્રદેશ ભાજપની વર્ચ્યુઅલી બેઠક યોજાઈ..

Date:

આગામી તા.૧૭ મી એ વડાપ્રધાન ના જન્મ દિવસથી તા.૩૧ સપ્ટેમ્બર સરદાર પટેલના જન્મ દિવસ ને એકતા દિવસ તરીકે ઉજવવા અનુરોધ કરાયો.

પાટણ તા.૧૫ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચો ના ગુજરાત પ્રદેશની વર્ચ્યુઅલ બેઠક યુવા અને ટેક્નોક્રેટ પ્રદેશ અધ્યક્ષ ગૌતમભાઈ ગેડીયા ના અધ્યક્ષ સ્થાને શુક્રવારે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે થી યોજાઈ હતી. આ વર્ચ્યુઅલી બેઠકમાં અનુસૂચિત જાતિ મોરચા ગુજરાત પ્રદેશ મહામંત્રી વિક્રમભાઈ ચૌહાણ, દેવેનભાઈ વર્મા,ઉપાધ્યક્ષ શ્રીમતી અનિતાબેન પરમાર, મંત્રી નિલેશભાઈ આચાર્ય, કોષાધ્યક્ષ ઉમંગભાઈ સરવૈયા, કાર્યાલય મંત્રી કૃણાલભાઈ પારઘી,પ્રદેશ સોશ્યલ મીડિયા કન્વિનર દેવેન્દ્રભાઈ સોલંકી, પ્રદેશ મીડિયા ના કન્વિનર મનીષભાઈ સોલંકી,સોશ્યલ મીડિયા ના પ્રદેશ સહ કન્વિનર કેતનભાઈ સહિત વર્ચ્યુઅલ માધ્યમથી પ્રદેશ હોદ્દેદારો,જીલ્લામહાનગર ના સોશ્યલ મીડિયા, મીડિયા અને આઈ.ટી. ના સંયોજક સહ સંયોજક મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ વર્ચ્યુઅલી બેઠક માં પ્રદેશ અધ્યક્ષ ગૌતમભાઈ ગેડીયા એ અનુસુચિત જાતિ મોરચા દ્વારા આગામી તા.૧૭ સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ થી તા.૩૧ સપ્ટેમ્બર સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ દિવસ (એકતા દિવસ) સુધી યોજાનારા પ્રબુદ્ધ નાગરિક સંપર્ક અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિકોના સંપર્ક કરી તેમને ભારત રત્ન ડૉ.બાબા સાહેબ આંબેડકરજી ના જીવન કવન સાથે જોડાયેલા પંચ તિર્થ ની તસ્વીર ૨૫૦૦૦ જેટલા પ્રબુદ્ધ નાગરિકો નો સંપર્ક કરી મોરચાના માધ્યમથી કરવામાં આવનાર છે.

ત્યારે આઈ.ટી.મિડિયા અને સોશ્યલ મીડિયા ના તમામ પદાધિકારી ઓને આ અભિયાન માં મહત્વનો ભાગ ભજવવા અને સોશ્યલ મીડિયા ના તમાંમ પ્લેટફોર્મ પર પ્રબુદ્ધ નાગરિક સંપર્ક અભિયાન ના કાર્યક્રમો ના ફોટોગ્રાફ સોશ્યલ મીડિયા ,મીડિયા , પ્રિન્ટ મિડિયા પર શેર કરી બહોળા પ્રચાર પ્રસાર કરવા માટે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

ભાજપ શાસિત પાટણ પાલિકા માં હંગામી કર્મચારીઓ ની અરસ પરસ ની બદલી સામે વિપક્ષના કોર્પોરેટરની તીખી પ્રતિક્રિયા..

ભાજપ શાસિત પાટણ પાલિકા માં હંગામી કર્મચારીઓ ની અરસ પરસ ની બદલી સામે વિપક્ષના કોર્પોરેટરની તીખી પ્રતિક્રિયા.. ~

સંદેશ ખાલીમાં મહિલાઓ પરના અત્યાચારને પગલે પાટણ વિધાર્થી સંગઠન ખફા..

સંગઠન દ્વારા રેલી યોજી સુત્રોચ્ચાર કરી કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર...

પાટણ હેડપોસ્ટ ઓફિસ ખાતે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક “આપકા બેક આપકે દ્વાર” કાર્યક્રમ યોજાયો..

પાલિકા પ્રમુખ,કારોબારી ચેરમેન સહિત ના મહાનુ ભાવોએ ખાસ ઉપસ્થિત...