પાટણ તા. 6 સાંસ્કૃતિક નગરી અને અને સંગીત કલામાં ગુજરાત કક્ષાએ પાટણ નું નામ હંમેશા અવ્વલ રહ્યુ છે ત્યારે ચાલુ વર્ષે પાટણના ઘણા કલાકાર મિત્રો પોતાની કલા પ્રદર્શન કરવા વિદેશ પ્રવાસ કરી રહ્યા છે. પાટણ મહારાજા ઓર્કેસ્ટ્રાના રાજ મહારાજાશિક્ષણ જગતની જેમ સંગીતમાં પણ પોતાની કલા પીરસવા આવતી કાલે સોમવારના રોજથી 20 દિવસ યુરોપ પ્રવાસ માટે પોલેન્ડ, હંગેરી અને ઓસ્ટ્રીયા દેશમાં પર્ફોમ કરવા જઈ રહ્યાં છે. રંગસાગર પરર્ફોર્મિંગ આર્ટ્સ દ્વારા આયોજીત ક્લચરલ ઇવેન્ટ મ્યુઝિક અને ડાન્સ ફેસ્ટિવલ 2023 માં કુલ 26 કલાકારો પોતાનું પર્ફોર્મ કરશે. યુરોપમાં ભારત સાથે દુનિયાના બીજા દેશો પણ પોતાની કલા રજુ કરશે. જે પાટણ માટે ખુબ ગૌરવની વાત છે.
અહેવાલ યશપાલ સ્વામી