સી.પી.આઈ કચેરી રાધનપુર (કેમ્પ-સમી) ટીમે બળાત્કારી ને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી..
પાટણ તા. ૨૨
વારાહી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બળાત્કારની ફરિયાદના નાસ્તા ફરતા આરોપીને રાધનપુર સી પી આઈ ની કચેરી સમી કેમ્પ ની ટીમે બાતમીના આધારે આબાદ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.આ બાબતે મળતી હકીકત મુજબ પોલીસ અધિક્ષક પાટણ ડો.રવિન્દ્ર પટેલ નાઓએ પાટણ જીલ્લાના ગુમ,અપહરણ થનાર બાળકોને શોધી કાઢવા તેમજ સગીરબાળા ઉપરના બળાત્કારના કેસના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના અનુસાર ડી.ડી.ચૌધરી ના.પો. અધિ. રાધનપુર નાઓના માર્ગદર્શન હેઠળ વારાહીપો.સ્ટે.ગુ.ર.નં.૧૧૨૧૭૦૩૬૨૩૦૩૬૧/૨૦૨૩ ઇ.પી. કો કલમ – ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨) (એન), ૫૦૬(૨) ૧૨૦(બી), ૩૪ તથા પોક્સો એક્ટ કલમ-૩(એ), ૪, ૫(એલ), ૬, ૧૭ તથા આઇ.ટી.એક્ટ કલમ-૬૭ મુજબના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા સાત માસથી નાસતા ફરતાં આરોપીને ઝડપી લેવા બી.એફ.ચૌધરી ઇ.ચા. સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર રાધનપુર કેમ્પ-સમી નાઓ સહિત ટીમે ચક્રો ગતિશીલ કરતા બાતમી હકીકત મળેલ કે ઉપરોક્ત ગુનાના કામે છેલ્લા સાત મહીનાથી નાસતા ફરતા મુખ્ય આરોપી પ્રેમાભાઇ ઉર્ફે પ્રેમજીભાઇ રમુભાઇ મહાદેવભાઇ જાતે ગોહીલ ઉ.વ.૪૦ ધંધો.ખેતી રહે.આડેસર, પરમારવાસ, ગ્રામ પંચાયતની પાછળ તા.રાપર જી.કચ્છ વાળો આડેસરથી રાધનપુર તરફ એક ઇકો ગાડીમાં બેસી આવવા નિકળેલ છે જે બાતમી ના આધારે બી.એફ.ચૌધરી ઇ.ચા. સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર રાધનપુર કેમ્પ-સમી નાઓએ તેઓની ટીમ સાથે પીપરાળા ચેક પોસ્ટ મુકામે વોચ રાખી ઉપરોક્ત બાતમી હકીકત વાળી ઇકો ગાડી આવતા તેને ઉભી રખાવી આરોપીને પકડી પાડી આગળની કાયૅવાહી હાથ ધરી હોવાનું પોલીસે સૂત્રોએ જણાવ્યું હતું.