સમરસતાના ભાવ સાથે તૈયાર કરાનાર શ્રીરામ ખિચડી પ્રસાદ માટે સીધો સામાન ઉઘરાવવાની શરૂઆત વાલ્મિકી સમાજના પરિવારથી કરાઈ..
પાટણ તા. ૬
ચાલુ સાલે ભગવાન શ્રી રામચંદ્રજીની રામ નવમી જન્મ જયંતી મહોત્સવની ઉજવણી વિશ્વ હિન્દુ પરિષદ પાટણ નગર દ્ધારા ભવ્યાતિભવ્ય રીતે સમરસતા ના ભાવ સાથે ઉજવવામાં આવનાર છે. ભગવાન શ્રી રામચંદ્રજી ની શોભાયાત્રા મા જોડાનાર તમામ રામભકતો ને પ્રથમ વખત વિશ્વ હિન્દુ પરિષદ પાટણ નગર દ્રારા શ્રી રામ ખીચડી નો પ્રસાદ ગ્રહણ કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
સમરસતાના ભાવથી સૌ પ્રથમ વાર નીકળનારી ભગવાન શ્રી રામચંદ્રજીની આ ભવ્ય શોભાયાત્રા મા જોડાનાર તમામ રામભકતો ને સમરસતાના ભાવ સાથે પિરસવામાં આવનાર રામ ખીચડી માટે હાલમાં વિશ્વ હિન્દુ પરિષદ પાટણ નગરના સભ્યો દ્રારા દરેક સમાજ ના ઘરે-ઘરે ફરી શ્રી રામ ખીચડી માટે દાળ, ચોખા સહિત ની સામગ્રી એકત્રિત કરવામાં આવી રહી છે.
ભગવાન શ્રી રામચંદ્રજીની શોભાયાત્રા મા જોડાનાર સમસ્ત નગરજનોને સમરસતાના પ્રસાદ રૂપે શ્રી રામ ખીચડી જમાડ વાની હોય શનિવારે ખીચડી નો સીધો સામાન એકત્ર કરવા વાલ્મિકી સમાજના પરિવારજ નો પાસે થી શુભ શરૂઆત કરવામાં આવી હોવાનું વિશ્વ હિન્દુ પરિષદ પાટણ નગરના સભ્યો સાથે માતૃશક્તિ બહેનો દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું..
રામનવમીના દિવસે અંદાજે 250 કિલો મસાલેદાર શ્રી રામખીચડી નો પ્રસાદ શ્રી રામજી મંદિર પરિસર માં પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવનાર હોવાનું અને તેનુ આયોજન અને વ્યવસ્થા રામજી મંદિરના ટ્રસ્ટી ગણ દ્વારા કરવામાં આવનાર હોવાનું વિશ્વ હિન્દુ પરિષદ પાટણ નગરના આયોજકોએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી