ઈજાગ્રસ્ત ને સમી 107 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો..
પાટણ તા. 25
પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ પાસે બુધવારે વહેલી સવારે એક ટ્રેલર બીજા ટ્રેલર ની પાછળ ઘૂસી જતાં બન્ને વાહનોને નુકસાન પહોચવાની સાથે ડ્રાઇવરો ને ગંભીર ઈજા થતાં સમી 108 એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્ત ને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ બાબતે મળતી હકીકત મુજબ બુધવારે વહેલી સવારે સમી તાલુકાના વરાણા માગૅ પરથી પસાર થતા ટેલર ચાલકે અગમ્ય કારણોસર પોતાના ટેલરની અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલ અન્ય એક ટેલર ધડાકાભેર આગળ જતા ટેલર સાથે ટકરાતા બંને ટેલરોને નુકસાન થવાની સાથે ચાલક ઈજાગ્રસ્ત બનતા સમી 108 ને જાણ કરાતા પાયલોટ સન્ની પરમાર અને ઈએમટી મહેશ ઠાકોરે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ ટેલર ના કેબીનમા ફસાયેલા ચાલકને બહાર કાઢી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સમીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માતના બનાવના પગલે લોકોના ટોળા ધટના સ્થળે ઉમટી પડ્યા હતા. તો બનાવની જાણ પોલીસ તંત્રને થતા તેઓએ પણ ઘટના સ્થળે આવી આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.