fbpx

પાટણમાં ક્રિષ્ના સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો વિધાનસભા અધ્યક્ષના વરદ હસ્તે પ્રારંભ કરાયો..

Date:

પાટણ તા. ૧૦
આરોગ્યની નગરી પાટણ શહેરમાં સિધ્ધપુર ચાર રસ્તા નજીક આવેલ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ની બાજુના સિધ્ધરાજ કોમ્પલેક્ષમાં પાટણના પનોતા પુત્ર અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી સાથે લોકસભા ચૂંટણી 2024 માં ગાંધીનગર અને અમદાવાદ પશ્ચિમ વિસ્તારનું સફળતા પૂર્વક લાયઝનિગ કરનાર કે. સી. પટેલ અને તેમની ટીમ ના નવીન સાહસપૂર્ણ ક્રિષ્ના સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ નો રવિવારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત ના રાજકીય, સામાજિક આગેવાનોની વિશાળ ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.

પાટણ ખાતે ક્રિષ્ના સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાત વિધાન સભા ના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે આજે પાટણ અને સમગ્ર ભારત માટે સુવર્ણ દિવસ છે. એક તરફ ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પોતાના વડાપ્રધાન પદના ત્રીજી વખત શપથ ગ્રહણ કરી રહ્યા છે તો બીજી તરફ આરોગ્ય ની નગરી પાટણમાં કે.સી.પટેલ અને તેમની ટીમ ના નવીન સાહસ સ્વરૂપ આરોગ્યની અદ્યતન સુવિધા સાથે ક્રિષ્ના સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ત્યારે આ હોસ્પિટલ ની આરોગ્યની સેવા દરિદ્ર નારાયણોની સેવા માટેનું ઉત્તમ દાયત્ય પ્રદાન કરનાર બની રહેશે તેમ જણાવી હોસ્પિટલ ના શુભારંભ ની શુભકામનાઓ વ્યક્ત કરી હતી. સિધ્ધરાજ કોમ્પલેક્ષ ખાતે કાર્યરત કરાયેલ ક્રિષ્ના સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના શુભારંભ પ્રસંગે ગુજરાત વિધાન સભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, અંગદાન મહાદાન ના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ, ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ, પાટણ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોર ભાઈ મહેશ્વરી, પાલીકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત રાજકીય, સામાજિક આગેવાનો, ડોકટરો, વેપારી ઓ, એડવોકેટો, પત્રકારો સહિત વિશાળ સંખ્યામાં પાટણના પ્રબુધ્ધ નગરજ નો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પધારેલા સૌ આગંતુકો નું કે.સી.પટેલ, જીતુભાઈ પટેલ,વિવેક પટેલ,જગદીશભાઈ ભાટિયા,હષૅ પટેલ સહિત તેમની સમગ્ર ટીમ દ્વારા રૂડા આવકાર સાથે આવકારી આભાર ની લાગણી પ્રગટ કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

આચાર્ય રીશીતા એ ધો. ૧૦ મા ૯૯.૫૯ પીઆર મેળવી બ્રહ્મ સમાજનું ગૌરવ વધાર્યુ…

પાટણ તા. ૧૪પાટણ તળ ઔ. સહસ્ત્ર બ્રહ્મ સમાજના અગ્રણી...