google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણની કે.કે.ગર્લ્સ હાઈસ્કુલ ખાતે 13 મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી.

Date:

પાટણ તા. 25
પાટણની કે.કે.ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે બુધવારે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મતદાર યાદી તૈયાર કરવા સહિતની શ્રેષ્ઠ કામગીરી કરનાર સેક્ટર ઑફિસર,મામલતદારો, અને બી.એલ.ઓ. સહિતના કર્મચારીઓને પ્રશસ્તિપત્ર અર્પણ કરવા ઉપરાંત યુવા મતદારોને આવકારવામાં આવ્યા હતા.


દિવ્યાંગ મતદાર અને થર્ડ જેન્ડર મતદારોને પણસન્માનિત કરવામાં આવ્યા હતા.કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ‘મેં ભારત હું’ ગીત લોન્ચ કરીને મતદારોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શાળાના બાળકો દ્વારા સુંદર નાટક રજુ કરીને મતદાર જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.તા.૨૫ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી. જેની યાદગીરીના ભાગરૂપે પ્રતિવર્ષ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.


13 મા રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એસ.નિનામા સાથે જિલ્લા વહીવટીતંત્રનો સ્ટાફ જોડાયો હતો.યુવા મતદાતાઓમાં મતદાન માટેની જાગૃતિ અંગે આનંદ વ્યક્ત કરતાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એસ.નિનામાએ જણાવ્યું કે, આપણે સૌ વિશ્વની સૌથી મોટી લોકશાહીના નાગરીક છીએ. ત્યારે મતદારોએ કોઈ ભય, દબાણ કે લાલચ વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સશક્ત રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપવું જોઈએ.


કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ એક જવાબદાર મતદાતા તરીકે પોતાની ફરજ અદા કરવા શપથ ગ્રહણ કર્યા હતા.
આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીડી.એસ.નિનામા,જિલ્લાશિક્ષણાધિકારી અશોક ચૌધરી, પ્રાંત અધિકારી મિતુલ પટેલ, શહેરી અને ગ્રામ્ય વિસ્તારના મામલતદારો તેમજ શાળાના આચાર્ય, શિક્ષકો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા .

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેર અને જીલ્લામાં દાખલ થયેલ મોબાઇલ ચોરીના 5 ગુન્હા ડીટેકટ કરી 33 મોબાઇલ શોધી કાઠતી પાટણ LCB અને સાઇબર ક્રાઈમ સેલ ટીમ.

પાટણ શહેર અને જીલ્લામાં દાખલ થયેલ મોબાઇલ ચોરીના 5 ગુન્હા ડીટેકટ કરી 33 મોબાઇલ શોધી કાઠતી પાટણ LCB અને સાઇબર ક્રાઈમ સેલ ટીમ. ~ #369News