કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત, સુરત, અમદાવાદ, મુંબઇ સહિતના 3 હજાર લોકો ઉપસ્થિત રહ્યા..
પાટણ તા. 27
સિદ્ધપુર બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમ આંબાવાડી ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં 24 બટુકો એ સમૂહમાં યજ્ઞોપવિત સંસ્કાર મેળવ્યા હતા.સિદ્ધપુર ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતી દ્વારા આયોજિત સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમનું આયોજન સિદ્ધપુર નિવાસી અને હાલ દુબઇ રહેતા છાયાબેન પતંજલિ શાસ્રી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્ય ના ઉદ્યોગ મંત્રી અને સિદ્ધપુર ના ધારાસભ્ય બળવંત સિંહ રાજપૂત,પાલનપુર ના ધારાસભ્ય અનિકેત ભાઈ ઠાકર, પૂર્વ સાંસદ દિલીપ ભાઈ પંડયા,પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણભાઈ વ્યાસ,દિલીપભાઈ પાધ્યા,ચંદ્રકાંતભાઈ જાની, પાલિકા પ્રમુખ કૃપાબેન આચાર્ય સહિત ના મહાનુભાવો ની ઉપસ્થિતિ મા અને સલૂશ શાસ્રીની અધ્યક્ષતા માં યોજાયો હતા.
સમાજ ના પ્રમુખ હિતેશભાઈ પાટીલ અને ઉપપ્રમુખ ભરતભાઇ દવે એ કાર્યક્રમનું માર્ગદર્શન આપી દાતા સલૂશ શાસ્રી નું સન્માન કર્યું હતું.બે દિવસ ના કાર્યક્રમ માં ગરબા,ગ્રહશાંતિ ,સહિત ના કાર્યક્રમ યોજાયા હતા જેમાં સમગ્ર ઉત્તર ગુજરાત, સુરત, અમદાવાદ,મુંબઇથી આવેલ ત્રણ હજાર થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.