ત્રણ વર્ષ પૂણૅ કરેલ સેલ ફાઈનાન્સ, ગ્રાન્ટેડ અને ગવૅમેન્ટ કોલેજોએ GSIRF/NRIF માટે રજીસ્ટ્રેશન કરાવવુ પડશે.
પાટણ તા. 27
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે ના કોન્ફરન્સ હોલ ખાતે યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો.રોહિતભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને એકેડેમી કાઉન્સિલની શુક્રવારના રોજ બેઠક મળી હતી.આ બેઠકમાં સરકારની ન્યુ એજ્યુકેશન પોલિસી અંતર્ગત વર્ષ 2023-24 માં અમલવારી કરવા ચચૉ વિચારણા કરવામાં આવી હતી. તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજો, ગ્રાન્ટેડ કોલેજો તેમજ ગવર્મેન્ટ કોલેજો કે જેઓએ ત્રણ વર્ષ પુરા કર્યા હોય તે તમામ કોલેજોને જી એસ આઈ આર એફ અને એનઆઈઆરએફ માટે રજીસ્ટ્રેશન કરાવવા બાબતે તેમજ નવીન કોલેજોના જોડાણ માટે વિચાર વિમશૅ સાથે એકેડેમી કાઉન્સિલને લગતા પ્રશ્નો બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી.યુનિવર્સિટી ખાતે મળેલી એકેડમી કાઉન્સિલ ની બેઠકમાં યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો.રોહિતભાઈ દેસાઈ, કાર્યકારી રજીસ્ટાર ડો. ચિરાગભાઈ પટેલ સહિત એકેડેમી કાઉન્સિલના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.