google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

રાષ્ટ્રીય મહિલા આયોગ ના પૂર્વ સદસ્ય ડો. રાજુલ દેસાઈએ પોતા ના જન્મ દિવસ ની સેવાકીય પ્રવૃત્તિ દ્રારા ઉજવણી કરી..

Date:

પાટણ તા. 9
ભારત સરકાર મહિલા રાષ્ટ્રીય આયોગના પૂર્વ સદસ્ય ડો.રાજુલ દેસાઈ ના જન્મદિન પ્રસંગે મંગળવારના રોજ શહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા.પાટણ શહેર માં યોજાયેલા વિવિધ સેવાકીય કાર્યક્રમો માં ડો.રાજુલ દેસાઈ સહિત પાલીકા પ્રમુખ સ્મિતાબેન પટેલ સહિત ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો, કાર્યકરો જોડાયા હતા.

ડો. રાજુલ દેસાઈ ના જન્મ દિન પ્રસંગે સવારે ૯:૩૦ વાગે ચાર ચોક સિકોતર માતાજીના મંદિરે કાર્યકર્તાઓ દ્વારા હવન નું આયોજન કરવામાં આવ્યું હતું.તો ૧૦:૩૦ વાગે મોટા વેલોડા થી આનંદપુરા નવીન રોડનું ખાત મુહુર્ત ૧૧:૩૦ વાગે મેલુસણ ખાતે કાયકર્તા દ્વારા આયોજિત પક્ષીઓ માટે કુંડા તથા માળા નું વિતરણ કાર્યક્રમ, ૧૨:૩૦ થી ૧૨:૫૦ નગરદેવી કાલિકા દેવી માતાજી ના મંદિરે તથા બપોરે ૧-૦૦ વાગે પંચમુખી હનુમાન દાદા ના દર્શન અને ત્યાર બાદ પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યકર્તાઓ દ્વારા આયોજિત દર્દીઓને ફ્રૂટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

બપોરે ૧.૩૦ થી ૩.૦૦ સુધી જૂના સર્કિટ હાઉસ ખાતે કાર્યકર્તાઓ સાથે જન્મદિવસની શુભેચ્છા મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ૩.૩૦ વાગે રામનગર વિસ્તાર માં કાર્યકર્તાઓ દ્વારા આયોજિત જરૂરિ યાતમંદ બહેનોને સાડી વિતરણ સાજે ૪.૦૦ વાગે વોર્ડ નંબર ૧૦ મા કાર્યકર્તાઓ દ્વારા આયોજિત વાલ્મિકી સમાજના કાર્યક્રમ માં હાજરી આપી ૪.૩૦ વાગે નોરતાં મુકામે દોલતરામ બાપુના આશ્રમે દર્શન કરી ૫.૦૦ વાગે અનાવાડા ખાતે હરી ૐ ગૌશાળામાં કપિલા ગૌ માતાનું પૂજન કરી ડો. રાજુલ બેન દેસાઈ એ પોતાના જન્મ દિવસ ની ઉજવણી ને યાદગાર બનાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જગન્નાથ ભગવાન મંદિર હોલ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો..

પાટણ જગન્નાથ ભગવાન મંદિર હોલ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો.. ~ #369News