google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

રાધનપુર વારાહી નેશનલ હાઇવે 27 પર ડિવાઇડર સાથે અથડાયેલ ટેલરમાં આગ ભભૂકી..

Date:

ટેલરમાં લાગેલી આગના કારણે એક વ્યક્તિ નું મોત નીપજયું હોવાની આશંકા..

રાધનપુર ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ટેલરમાં લાગેલી આગને કાબુમાં લીધી..

પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા..

પાટણ તા. 23
પાટણ જિલ્લાના રાધનપુર વારાહી નેશનલ હાઇવે નંબર 27 ઉપર રવિવારની વહેલી સવારે માર્ગ પરથી પસાર થઈ રહેલ ટેલર ડિવાઇડર સાથે અથડાતા અચાનક ટેલરમાં આગ લાગવાની ઘટના સર્જાતા એક વ્યક્તિ આ આગમાં ભૂજાયો હોવાની શંકા સેવાય રહી છે.

અકસ્માતના બનાવાની મળતી હકીકત મુજબ રવિવારની વહેલી સવારે રાધનપુર વારાહી નેશનલ હાઇવે નંબર 27 ઉપર મોટી પીપળી ના પાટીયા નજીક પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહેલ ટેલર ના ચાલકે અગમ્ય કારણો સર પોતાનું ટેલર માગૅ પરના ડિવા ઇડર સાથે અથડાવતા ટેલરમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી.તો આ આગના કારણે ટેલરમાં બેઠેલા એક વ્યક્તિ નું મોત થયું હોવાની સ્થળ પરના લોકોએ આશંકા વ્યક્ત કરી છે.

રાધનપુર વારાહી નેશનલ હાઈવે નંબર 27 પર ટેલરમાં આગ લાગી હોવાની જાણ રાધનપુર નગરપાલિકાના ફાયર ફાઈટર ને કરાતા તાત્કાલિક તેઓએ ઘટના સ્થળે પહોંચી જઈ ટેલરમાં લાગેલી આગને પાણીનો મારો ચલાવી કાબુમાં લીધી હતી.

તો બનાવના પગલે પોલીસે પણ ઘટના સ્થળે દોડી આવી તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા હતા. અને સ્થળ પરના લોકોની શંકા ના આધારે ટેલરમાં લાગેલી આગના કારણે ટેલરમાં બેઠેલા કોઈ વ્યક્તિનુ મોત નીપજ્યું છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. રાધનપુર વારાહી નેશનલ હાઇવે માર્ગ પર ટેલરમાં લાગેલી આગ ના બનાવના પગલે અન્ય વાહન ચાલકોમાં અફરા તફરી મચી જવા પામી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

બિપોરજોય વાવાઝોડાના પગલે પાટણ જિલ્લામાં અગમ ચેતી ના પગલારૂપે 2788 લોકોનું સ્થાળાંતર કરાયું..

પાટણ તા.16રાજ્યમાં બિપરજોય વાવાઝોડાની એન્ટ્રી થઈ ચુકી છે. કચ્છ...

કુણધેર ગામની સીમ માંથી દેશી બનાવટની બંદુક સાથે એક ઇસમને ઝડપી લેતી એસ.ઓ.જી ટીમ…

પાટણ તા. ૮પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ નાઓએ...