fbpx

યુવતીને ચાહનારા યુવકે યુવતીના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાના સાગરીતો સાથે મળીને માર માર્યો..

Date:

પાટણ તા. ૨૪
પાટણ જિલ્લાના તાલુકા મથક ચાણસ્મા શહેરમાં રહેતા એક પરિવારના યુવક ને હું તારી બેનને પ્રેમ કરૂ છું અને તેને હું લઈ જઈશ તેવુ કહી પ્રેમી યુવક સહિત અન્ય ત્રણ ઈસમોએ યુવતીના ભાઈને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ચાણસ્મા પોલીસ મથકે યુવતીના ભાઈએ પ્રેમી યુવક સહિત અન્ય ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી હકીકત મુજબ ચાણસ્મા કલાલની શેરીમાં રહેતા અને ડ્રાઇવિંગ નો ધંધો કરતા મંહમદવસિમ યુસુફભાઈ રસુલભાઈ મેમણ અને તેનો નાનો ભાઈ સોહિલ બન્ને જણા ગઈ તા.૨૩ ના રોજ પોતાના મિત્ર શૈલેષભાઈ અમરતભાઈ રાવળ રહે, જશલપુર તા.ચાણસ્માવાળાઓ ને ત્યાં જોગણી માતાજીના પ્રસંગમાં ગયા હતા ત્યારે માતાજીનો પ્રસંગ ચાલુ હોય ત્યારે સોહીલ ત્યાં રોકાયેલ અને મહંમદવસિમ રાત્રીના આશરે અગીયારેક વાગ્યે જશલપુર થી ઘરે ચાણસ્મા આવવા નીકળેલ દરમ્યાન જશલપુર પાણીના ટાંકા નજીક રોડ ઉપર ઉભેલા અર્જુનજી કરશનજી ઠાકોર રહે, જશલપુરવાળો તથા તેની સાથે બીજા ત્રણ ઇસમો એ તેઓની પાસે આવી અર્જુન ઠાકોરે કહેલ કે તારી બહેન સીગ્માને હું પ્રેમ કરૂ છુ જેથી તેને આજે નહી..

તો કાલે હુ લઈ જઈશ તેમ કહી જેમ ફાવે તેમ મા બેન સામે ભુંડી ગાળો બોલવા લાગેલ જેથી મહંમદ વસિમે ગાળો બોલવાની ના પાડતાં ઉશકેરાયેલ અર્જુન ઠાકોરે તેના હાથમાની છરી મહંમદવસિમ ને મોઢા ના ભાગે મારેલ અને તેની સાથે આવેલ અન્ય ત્રણ ઈસમોએ પણ હુમલો કરતા મહંમદવસિમે બુમા બુમ કરતાં નજીકમાં ચાલતા જોગણી માતાજીના પ્રસંગમાંથી સુરેશભાઈ અમરતભાઈ રાવળ ત્યાં આવેલ અને આ લોકોને મારતા જોઇને તેમને બુમાબુમ કરતાં આ તમામ માણસો ત્યાંથી ભાગી ગયા હતા અને જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપતા ગયેલ હોવાની ફરિયાદ મહંમદવસિમે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા  મળ્યું  છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

બળાત્કારના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા આરોપીને પાટણ પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લીધો..

પાટણ તા.૧૪પાટણ જિલ્લા પોલીસ વડા.ડૉ.રવિન્દ્ર પટેલનાઓની સુચના મુજબ તથા...

છેલ્લા ચૌદ વષૅથી છેતર પિંડી ના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી રાધનપુર પોલીસ..

પાટણ તા. ૧૮છેલ્લા ૧૪(ચૌદ) વર્ષથી રાધનપુર પો.સ્ટે. ના છેતર...

પાટણ યુનિવર્સિટી ખાતે ૭૮ મા સ્વાતંત્ર્ય પર્વનીકુલપતિ ના અધ્યક્ષ પદે ઉજવણી કરાઈ…

આજે ઈસરોએ અવકાશ ક્ષેત્રે ભારતને ગૌરવ પ્રદાન કર્યુ છે...

પાટણ માં લાલીયા શ્વાનના આત્માની શાંતિ માટે શ્રધ્ધાંજલિ સંતવાણી કાર્યક્રમ યોજાયો..

પાટણ જિલ્લામાં સૌ પ્રથમવાર શ્ર્વાન ના આત્માની શાંતિ માટે...