google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણની હ્રીં ધ્વનિ સંગીત મહાવિદ્યાલયે દેશભક્તિ ગીત સ્પર્ધામાં ૯ કૃતિમાંથી ૮ કૃતિઓમાં નંબર પ્રાપ્ત કરી નામના પ્રાપ્ત કરી..

Date:

“દેશ ભક્તિ ગીત સ્પર્ધાની ત્રણેય કેટેગરીમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી ગૌરવ અપાવ્યુ..

પાટણ તા. 27
પાટણ સાંસ્ક્રુતિક વિકાસ સંઘ દ્વારા દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન ગાંધી સ્મૃતિ સભાગૃહ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં પાટણ ની હ્રીં ધ્વનિ સંગીત મહાવિદ્યાલયના વિદ્યાર્થી ઓએ તમામ કેટેગરી ની કુલ ૯ કૃત્તિઓ માંથી ૮ કૃતિઓમાં નંબર પ્રાપ્ત કરીને સંસ્થાનું ગૌરવ વધાર્યું હતું.પ્રાથમિક વિભાગમાં કુ. ચાર્મી પિયુષભાઈ ઓઝા, માધ્યમિક વિભાગમાં કુ. નેહા તુષારભાઈ આચાર્ય તેમજ ઓપન વિભાગમાં પૂજા રાણા એ પ્રથમ નંબર પ્રાપ્ત કરીને બધી કેટેગરીમાં સંસ્થાનું નામ રોશન કર્યું હતું. એટલું જ નહીં પરંતુ ‘અ’ વિભાગમાં દ્વિતીય નંબર પર આજ સંસ્થાની વિદ્યાર્થિની સૌમ્યા સુનિલભાઈ રાવળ,તૃતીય નંબર પર કે. વિધિના દિલીપભાઇ મોદી તેમજ માધ્યમિક વિભાગમાં દ્વિતીય નંબર પર કુ. નિયતિ ભાવેશભાઈ પ્રજાપતિ તેમજ ઓપન વિભાગમાં દ્વિતીય નંબર પર ગઢવી પ્રવિણા અને તૃતીય નંબર પર શ્રી ઈશાન રાઠોડ એ એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો.એક જ સંસ્થાના બધા વિદ્યાર્થીઓએ આટલા નંબરો પ્રાપ્ત કરીને સંસ્થાનું ગૌરવ વધાર્યું હતું.

આ તમામ વિદ્યાર્થીઓ સંગીતની તાલીમ ડો.સમ્યક પારેખ પાસેથી મેળવી રહ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ સ્નેહલભાઈ પટેલ, ઉપપ્રમુખ અશોકભાઇ વ્યાસ, મંત્રી પારસભાઈ ખમાર, ટ્રસ્ટીઓ ડો.જે.એચ.પંચોલી, કે.સી.પટેલ, હરેશ મોદી, લાલેશભાઈ ઠક્કર, રાજગોપાલ મહારાજા, નિલેશ રાજગોર, હાર્દિક રાવલ દ્વારા શુભેચ્છા આપવામાં આવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેર અને જિલ્લામાં શ્રાવણ માસમાં જુગાર ની બદીને ડામવા પાટણ પોલીસ સતૅક બની..

રાધનપુર પોલીસે જુગારની બે અલગ-અલગ રેડ કરી 12 જુગારીઓને...