fbpx

પાટણ શહેર અને જિલ્લામાં શ્રાવણ માસમાં જુગાર ની બદીને ડામવા પાટણ પોલીસ સતૅક બની..

Date:

રાધનપુર પોલીસે જુગારની બે અલગ-અલગ રેડ કરી 12 જુગારીઓને ઝડપી લીધા..

પાટણ તા. 18 પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં શ્રાવણ માસમાં રમાતા જુગારની બદીને ડામી દેવા માટે પાટણ પોલીસ સતૅક બની છે ત્યારે રાધનપુર પોલીસે બે અલગ અલગ સ્થળે ઓચિંતી રેડ કરી પાના પત્તિ નો જુગાર રમતાં 12 જુગારીઓને ઝડપી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ પોલીસ અધિક્ષક ડો.રવીન્દ્ર પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક રાધનપુર ના ડી.ડી.ચૌધરી સુચના મુજબ રાધનપુર પીઆઈ પી.કે પટેલ અને પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમાં ગે.કા પ્રોહીબીશન અને જુગારની પ્રવૃતિ રોકવા સારૂ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે રાધનપુર પો.સ્ટે.ના અરજણસર મુકામે થી જુગાર રમતા 4 આરોપીઓ રોકડ રૂ.16200 તથા રાધનપુર ટાઉનમાં રામનગર સોસાયટી માંથી જુગાર રમતા 8 જુગારીઓ રોકડ રકમ રૂ.21440 તથા મોબાઇલ નંગ-4 કિ.રૂ.11000 મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.32440 અને બંન્ને ગુનાના કુલ મુદ્દામાલ કિ.રૂ.48640 સાથે બંન્ને જગ્યાએથી કુલ જુગાર રમતા 12 જુગારીયાઓને પકડી તમામની વિરૂધ્ધમાં રાધનપુર પો.સ્ટે જુગાર ધારા મુજબ અલગ અલગ કેશો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. પકડાયેલ જુગારીઓમા દેવચંદભાઇ મનજીભાઇ પથુભાઇ જાતે.નિ.ઠાકોર, રામજીભાઇ કાનજીભાઇ કરમશીભાઇ જાતે.નિ. ઠાકોર, ભીખાભાઇ કરમશીભાઇ વજાભાઇ જાતે.નિ.ઠાકોર અને દિનેશભાઇ રાણાભાઇ કરસનભાઇ જાતે.નિ.ઠાકોર રહે તમામ રામનગર,પ્રેમભાઇ હરખાભાઇ ધુડાભાઇ જાતે.દેવીપુજક,રાજુભાઇ નરશીભાઇ ભલુભાઇ જાતે.નિ.ઠાકોર , નરશીભાઇ ધરમશીભાઇ વશરામભાઇ જાતે નિ.ઠાકોર, જયેશભાઇ દિનેશભાઇ રણજીતભાઇ જાતે નિ.ઠાકોર, ઠાકોર શંકરભાઇ હેમરાજભાઇ, ઠાકોર તરસંગભાઇ રાયચંદભાઇ,ઠાકોર વિનોદભાઇ લાલાભાઇ અને ઠાકોર જોધાભાઇ નરસંગભાઈ હોવાનું જાણવા મળ્યું છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

30 એપ્રિલના રોજ લેવાનારી તલાટીની પરીક્ષા પાછી ઠેલાઈ, 17 લાખ વિદ્યાર્થીઓ સામે કેન્દ્રો ઓછા પડતા આ સ્થિતિ

30 એપ્રિલના રોજ લેવાનારી તલાટીની પરીક્ષા પાછી ઠેલાઈ, 17 લાખ વિદ્યાર્થીઓ સામે કેન્દ્રો ઓછા પડતા આ સ્થિતિ ~ #369News

આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ..

આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ.. ~ #369News

પાટણ શહેરમાં જોશ એકેડમી નો પારુલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ ના વરદ હસ્તે પ્રારંભ કરાયો..

પાટણના ધારાસભ્ય સહિત રાજકીય, સામાજિક આગેવાનો તેમજ આર્મીના જવાનોએ...