મહેસાણા,પાટણ બનાસકાંઠા સહિત વિવિધ ગામોમા વહી પૂજન કરાયુ..
પાટણ તા. 27
સમગ્ર ગુજરાતમાં વહીઓ ઉજાગર કરવાના હેતુસર અને ભારતીય સાંસ્કૃતિક વારસો અને સમગ્ર ભારત વર્ષમાં વહી વંચા બારોટ સમાજની વહીઓ ઇતિહાસ જોવા મળી રહ્યો છે.ત્યારે વહીઓ પૂજનીય દિવસ એટેલ વસંતપંચમી મહત્વ નો દિવસ ગણાય છે સમગ્ર ગુજરાતમાંધર્મજાગરણ વંશાવલી સંગઠન ગુજરાત ના માર્ગદર્શન હેઠળ અને આ સંસ્થાના સભ્ય લક્ષ્મીચંદ બારોટ ના નેતુત્વ માં સમગ્ર ગુજરાત માં વહી વંચા તૂરી -બારોટ સમાજ દ્વારા વહીઓ (ચોપડા)ઓનું અને આરાધ્ય દેવી માં સરસ્વતી માતાજી ફોટાને કંકુ તિલક અને વહીઓ ચોખા કંકુ તિલક કરી પૂજન કરવામાં આવ્યું હતું.
મહેસાણા જિલ્લા ગવાડા ના બારોટ રમેશચંદ્ર રાવે જણાવ્યું હતું કે આજે અમો વહીઓ પૂજન કરી વર્ષોથી અમારી પરંપરા અમો જાળવી રાખીએ છીએ અને હજારો વર્ષોના ઇતિહાસ અમારી વહીઓ માં આજે પણ હયાત જોવા મળે છે.અમારી વહીઓ પરંપરા આગળ વધે તે માટે આવનાર પેઢીઓ આ સાંસ્કૃતિક વારસો જળવાઇ તે માટે અમો આ રીતે પૂજન કરી અમારી ધરોહર ઉજાગર કરી રહ્યા છીએ હાલમાં પાટણ જિલ્લો તેમજ બનાસકાંઠા જિલ્લામાં આજે વહી વંચા બારોટ સમાજે પૂજન કરી ધન્યતા અનુભવી હતી.