fbpx

વિદેશી દારૂ-બીયર નો. રૂ.૩૩,૬૯૩ ના મુદ્દામાલ સાથે બુટલેગર ને ઝડપી લેતી રાધનપુર પોલીસ..

Date:

પાટણ તા. ૨૩
રાધનપુર પોલીસ ટીમે બાતમીના આધારે રાધનપુર ની શાતિકુજ સોસાયટી ના પાછળના ભાગે ઓચિતી રેડ કરી વિદેશી દારૂ બીયર નો રૂ. ૩૩,૬૯૩ ના જથ્થા સાથે બુટલેગર ને ઝડપી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની પોલીસ સુત્રો તરફથી મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલ નાઓની સુચના તેમજ ના. પો. અધિ. ડી.ડી.ચૌધરી રાધનપુર વિભાગ ના ઓના સીધા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં તાજેતરમાં યોજાનાર લોકસભાની સામાન્ય ચુંટણી અન્વયે દારૂ જુગારની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો ઉપર વોચ-તપાસ સંબધિત સુચના આધારે રાધનપુર પીઆઈ એમ.કે.ચૌધરી નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે રાધનપુર ની શાંતિકુજ સોસાયટી ની પાછળ આવેલ સરદારપુરા ગામના ખેતેરોમા દિનેશભાઇ મનજીભાઇ નિરાશ્રિત ઠાકોર નામનો ઈસમ પોતાના ખેતરમા આવેલ ઘરે ભારતીય બનાવટની વિદેશી દારૂ બીયરની અલગ અલગ બ્રાન્ડનો જથ્થો ઉતારેલ છે જે બાતમી આધારે રાધનપુર પોલીસ ટીમે ઓચિતી રેડ કરતા દારૂ તથા બીયર મળી કુલ બોટલ – ટીન નં ૨૨૪ કુલ કિ.રૂ.૩૩,૬૯૩/- નો મળી આવતા પોલીસે મુદામાલ હસ્તગત કરી રાધનપુર પો. સ્ટે પ્રોહી એક્ટ મુજબ ગુનો દિનેશભાઇ મનજીભાઇ નિરાશ્રિત ઠાકોર રહે-રાધનપુર તા-રાધનપુર જી-પાટણ વાળા સામે નોધી આગળ ની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

સમીના વાવલ ગામના ખેડુતના ખેતરમાં વાવેતર કરાયેલ ચણા ના પાકમાં કોઈ શખ્સે આગ ચાંપી.

આગની ઘટના મા નુકશાન થયેલ ખેડૂતે અજાણ્યા શખ્સ સામે...

પાટણ તાલુકા પંચાયત કચેરી કેમ્પસમાં ગવર્મેન્ટ લેબર કોન્ટ્રાક્ટરે ઝેરી દવા ગટગટાવતા સન સનાટી મચી…

ખાનપુરા-રાજકુવા ગામે પેવર બ્લોકના કામગીરીના પેમેન્ટ બાબતે તલાટી દ્વારા...