google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

વઢિયાર પંથકના બાસ્પા ખાતે મહર્ષિ દયાનંદ વિજ્ઞાન કોલેજનો રાજયપાલ ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં શુભારંભ..

Date:

વેદ અને વિજ્ઞાનના સમન્વયથી જ પૂર્ણતા પામી શકીશું : રાજ્યપાલ.

નિર્વ્યસની, સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ અને સદાચારી યુવાનો આ દેશની સૌથી મોટી મૂડી છે : રાજ્યપાલ

પાટણ તા. 28
પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસ્પા ગામમાં આર્ય સેવા સંઘ દ્વારા મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજનો રવિવારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વર્ચ્યુઅલ ના માધ્યમથી પ્રારંભ કરાવ્યો હતો. સાયન્સ કોલેજના નવા ભવનના શુભારંભ અવસરે સંબોધન કરતા રાજ્યપાલે જણાવ્યું હતુ કે, વૈદિક પરંપરાના અનુસરણ અને વેદોના અધ્યયનની સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વયથી જ આપણે પૂર્ણતા તરફ આગળ વધી શકીશું. સમુદ્ર પર ગમે તેટલો વરસાદ પડે તે વ્યર્થ છે, પણ રણમાં વરસાદ પડે તો તે કલ્યાણકારી હોય છે. આર્ય સેવા સંઘે જ્યાં જરૂર છે એવા વિસ્તારમાં વિજ્ઞાન કોલેજનો આરંભ કરીને સમાજ માટે શુભકાર્ય કર્યું છે.

આ શુભ પ્રસંગે પાટણ જિલ્લાના વિરલ વ્યક્તિત્વ પદ્મભૂષણ પ.પુ.સ્વામી સચિદાનંદજી પરમહંસ, ભક્તિ નિકેતન આશ્રમ, દંતાલી તેમજ પદ્મશ્રી માલજીભાઇ દેસાઈ, સંચાલક, ગાંધી આશ્રમ ઝીલીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધન કરતાં રાજ્યપાલે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રાકૃતિક ખેતીના મિશનને જન આંદોલન બનાવી રહ્યા છે. આજે ગુજરાતમાં ત્રણ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે. દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરિશ્માઈ કાર્યક્રમ છે. આ પદ્ધતિથી ખર્ચ ઘટશે, આવક વધશે, પર્યાવરણને ફાયદો થશે, જમીનની ફળદ્રુપતા વધશે અને પ્રતિવર્ષ ભારત સરકારના અઢી લાખ કરોડ રૂપિયા જે રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડ્સ ની ખરીદી માટે વિદેશોમાં વપરાઈ જાય છે, તે પણ બચી જશે. તમામ ખેડૂતોને કલ્યાણકારી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા તેમણે અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આર્ય વીર દળ અને આર્ય સમાજે આવા લોકકલ્યાણના જન આંદોલનોમાં આગળ આવવું જોઈએ. સામાજિક જવાબદારી માટે જાગૃત થવા તેમણે સૌને આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગને અનુરૂપ આર્શીવાદ આપતાં પદ્મ વિભૂષણ પ. પૂ સ્વામી સચિદાનંદજીએ જણાવ્યું હતુ કે, આજે જીવનમાં વિચારોનું સમન્વય કરીને જીવવામાં આવે ત્યારે જ જીવન સાર્થક બનશે. ઉપરાંત વૈજ્ઞાનિક પ્રયોગશાળા બનવી તેનો સાર્થક ઉપયોગ કરવામાં આવે તેમાં જ માનવ કલ્યાણ રહેલું છે. જ્યારે પદ્મશ્રી માલજીભાઈ દેસાઈએ જણાવ્યું કે, મેં આ વિસ્તારમાં જળ અને શિક્ષણના પ્રશ્નોના ઉકેલ લાવવામાં ખૂબ જ પ્રયત્નો કર્યા છે. હું લોકોને અનુરોધ કરું છુ કે આ જનતા પરમ પૂજ્ય સ્વામીજીનું ‘છેલ્લી ટ્રેન’ પુસ્તક વસાવી જરૂર વાંચે. આ કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત વિદ્યાસંકુલનાં ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યું હતુ. તેમજ આભારવિધી કૉલેજ ઓફ એજ્યુકેશનનાં પ્રિન્સિપાલ ગઢવી યોગેશકુમારજી દ્વારા કરવામાં આવી હતી.
આજે આયોજીત આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત પદ્મ વિભૂષણ પ. પૂ સ્વામી સચિદાનંદજી , પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ચાણસ્માના ધારાસભ્ય, સ્વામી બ્રહ્મવિદાનંદજી સરસ્વતી, આચાર્ય દર્શન યોગ વિધાલય રોજડ , મનસુખભાઇ વેલાની – પ્રમુખ આર્યવન વિકાસ ટ્રસ્ટ , આચાર્ય દિનેશજી – દર્શન મહાવિદ્યાલય રોજડ , આચાર્ય પ્રિયેશ જી – દર્શન યોગધામ લાકરોડા, દિનેશભાઈ શાહ મંત્રી, હેમલતાબેન વેલાની ટ્રસ્ટી આર્યવત રોજડ, મણીલાલ પોકાર વાનપ્રસ્થ સાધક આશ્રમ રોજડ, તેમજ ઉપરાંત આર્ય સેવા સંઘ સંચાલિત મહર્ષિ દયાનંદ વિદ્યા સંકુલ સંસ્થાના પ્રમુખ અજમલભાઈ આર્ય, મેનેજીંગ ડાયરેક્ટર મૌલિકભાઇ ભોજક ઉપરાંત મહામંત્રી ભાવેશભાઇ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

કેન્દ્રીય મહિલા આયોગના પૂર્વ સદસ્યા ડો.રાજુલ દેસાઈએ પટ્ટણી સમાજના આસ્થા સ્થાનકે શિશ નમાવી ધન્યતા અનુભવી..

કેન્દ્રીય મહિલા આયોગના પૂર્વ સદસ્યા ડો.રાજુલ દેસાઈએ પટ્ટણી સમાજના આસ્થા સ્થાનકે શિશ નમાવી ધન્યતા અનુભવી.. ~ #369News

આવનારા સમયમાં રાષ્ટ્ર વાદની વિચારધારા જ મજબૂત બનશે : સ્વામી નિજાનંદજી..

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પાટણ દ્રારા રાધનપુર , સાંતલપુર તાલુકાનો...

રાધનપુર તાલુકાના ગોતરકા ગામે ઉનાળો શરૂ થતાં જ પીવાના પાણી મેળવવા મહિલાઓ ની કસરત..

રાધનપુર તાલુકાના ગોતરકા ગામે ઉનાળો શરૂ થતાં જ પીવાના પાણી મેળવવા મહિલાઓની કસરત.. ~ #369News