google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

વલ્લભદ્વાર ગૌશાળા, સિંહસ્થાપનાં ઉદઘાટન

Date:

પાટણનાં દ્વારકાધિશ મંદિરે દ્વિદિવસીય ધાર્મિક કાર્યક્રમો નો પ્રારંભ કરાયો..

વલ્લભ દ્રાર, ગૌવધૅન ગૌશાળા અને સિહ સ્થાપન નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું..

પાટણ તા. 28
પાટણ શહેરનાં દ્વારકાધિશ મંદિરમાં નવિનીકરણ પામેલા વલ્લભ દ્વાર, ગૌશાળા તથા સિંહસ્થાપન અર્પણ વિધિ ઉદ્ઘાટન સમારોહ સહિત ના ધામિર્ક કાર્યક્રમ સાથે શનિવાર થી દ્રિદિવસીય પ્રસંગો નો ભકિત સભર માહોલમાં તૃતિય પીઠાધિશ્વર કાંકરોલી નરેશ યુવરાજ ડૉ. વાગીશકુમાર મહોદય, પુ.પા.ગો.વેદાંત રાજાજી તથા સિધ્ધાંત રાજાજીની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ દ્વિદિવસીય કાર્યક્રમમાં આજનાં શનિવારનાં પ્રથમ દિવસે સવારે પુરૂષોત્તમ યાગ , બપોરે ૧૨ વાગે રાજભોગમાં નંદ ઉત્સવ, સાંજે ૫-૦૦ વાગે કેસર | સ્નાન, વચનામૃત, તથા સન્માન સમારંભ,સાંજે શયનમાં લગ્નનો મનોરથ તથા રાત્રે ૮-૦૦ વાગે સંગીત સંધ્યા સહિત ના ધાર્મિક પ્રસંગ ઉજવવામાં આવ્યા હતા.

જયારે રવિવારે સવારે બ્રહ્મસંબંધ, બપોરે દુનવારાનો મનોરથ, સાંજે શોભાયાત્રાનું પ્રસ્થાન તથા સાંજે ગૌચારણનાં મનોરથમાં ઠાકોરજી ને ગૌશાળામાં પધરાવવાનો પ્રસંગ ઉજવવામાં આવનાર હોવાનું આયોજકો એ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

વડલી ના વત્રાસર ખાતે 74 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી..

વડલી ના વત્રાસર ખાતે 74 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી.. ~ #369News