google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

રાધનપુર તાલુકાના ગોતરકા ગામે ઉનાળો શરૂ થતાં જ પીવાના પાણી મેળવવા મહિલાઓ ની કસરત..

Date:

ગામના સરપંચ દ્વારા પાણી પુરવઠા વિભાગને પુરતા પ્રમાણમાં પાણીનો જથ્થો પૂરો પાડવા રજુઆત કરાઇ..

પાટણ તા. 5
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા ગામે ઉનાળો શરૂ થતા ની સાથે જ પીવાના પાણીની માટે ગ્રામજનોને હાલાકી ભોગવી પડી રહી છે ત્યારે ગ્રામજનોને પૂરતા પ્રમાણમાં પાણીનો પુરવઠો મળી રહે તે માટે ગામના સરપંચ દ્વારા પાણી પુરવઠા વિભાગ ના અધિકારીઓને રજૂઆત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા ગામે ઉનાળો શરૂ થતા ની સાથે જ મહિલાઓને પીવાના પાણી માટે એક એક કિલોમીટર દૂર માથે બેડા મૂકીને જવાની ફરજ પડી છે તો પાણીની સમસ્યાને લઈને બાળકો ના અભ્યાસ પર પણ તેની અસર પડી રહી છે ત્યારે ગોતરકા ગામે પીવાના પાણીની પૂરતી સુવિધા ઉપલબ્ધ બને અને ગામજનોને પૂરતા પ્રમાણમાં પીવાના પાણી નો જથ્થો મળી રહે તે માટે ગામના સરપંચ રમેશજી ઠાકોર દ્વારા પાણી પુરવઠા વિભાગ ના અધિકારીઓને રજૂઆત કરી ગોતરકા ગામે ઉનાળામાં સર્જાતિ પાણીની સમસ્યાનું નિવારણ લાવવા માંગ કરવામાં આવી છે.

હાલમાં ઉનાળાની સીઝનમાં ગોતરકા ગામની મહિલાઓ ગામથી દૂર આવેલ પાણીના ટાંકે પીવાનું પાણી મેળવવા માટે વહેલી સવારથી લાઈનોમાં બે- બે કલાક ઉભા રહી વારાફરતી પીવાનું પાણી મેળવી રહી છે ત્યારે પાણી પુરવઠા વિભાગ ના અધિકારી ઓ દ્વારા ગોતરકા ગામ ની પાણી ની સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવે તેવી માંગ ગામની મહિલાઓમાં પણ પ્રબળ બનવા પામી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

ગાંધી સુંદરલાલ પ્રાથમિક કન્યા શાળાના શિક્ષિકા અને ધો. 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો..

ગાંધી સુંદરલાલ પ્રાથમિક કન્યા શાળાના શિક્ષિકા અને ધો. 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.. ~ #369News

પાટણ સમીપ આવેલા પાંચ પીપળ શક્તિ મંદિર ખાતે ગુરુપૂર્ણિમાએ ગુરૂપૂજનકરાયું..

પાટણ સમીપ આવેલા પાંચ પીપળ શક્તિ મંદિર ખાતે ગુરુપૂર્ણિમાએ ગુરૂપૂજનકરાયું.. ~

કરૂણા1962 એમ્બ્યુલન્સ ની સેવાના સફળ 6 વર્ષ પૂર્ણ થયા..

પાટણ તા. 6 ગુજરાત પશુપાલન ખાતુ તેમજ Emri green...