તા.22 ફેબ્રુઆરી ના રોજ આયોજિત ખેડૂત શિબિરમાં ખેડૂતો અને ખેડૂતમિત્રોને મોટી સંખ્યામાં જોડાવા ચેરમેન સ્નેહલ પટેલની અપીલ..
પાટણ તા. ૩
પાટણ એપીએમસીના ચેરમેન પદે સત્તારૂઢ બનેલા સ્નેહલભાઈ પટેલ દ્વારા પાટણ માર્કેટ યાર્ડના તમામ વેપારીઓ,મજૂરો અને ખેતપેદાશનું વેચાણ કરવા આવતા ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને એક પછી એક માર્કેટ યાર્ડ ને લગતી સેવાઓ ઉપલબ્ધ બનાવવા કટીબદ્ધતા સાથે માર્કેટ કમિટીના ડિરેક્ટરોને તેમજ સમગ્ર સ્ટાફને સાથે રાખીને આગળ વધી રહ્યા છે.તો આજના ટેકનોલોજીના યુગમાં ખેડૂતો પણ ટેકનોલો જી આધારિત ખેતી તરફ વળે અને આર્થિક રીતે પાટણ પંથકનો ખેડૂત સક્ષમ બને તેવા ઉમદા હેતુ સાથે ખેતી વિષયક તજજ્ઞો દ્રારા અવાર-નવાર ખેડૂત શીબીરોનું આયોજન કરી ખેડૂતો ને આધુનિક ખેતી અંગે નું માગૅદશૅન પુરૂ પાડવામાં આવી રહ્યું છે.
પાટણ માર્કેટયાર્ડ દ્રારા ખેડૂતો ને ધ્યાનમાં રાખીને આગામી તારીખ 22 ફેબ્રુઆરીને ગુરૂવારના રોજ બપોરે 1-30 કલાકે ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી ની ખાસ ઉપસ્થિત વચ્ચે ખેડૂત શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ શિબિરમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને ખેડૂત મિત્રો ઉપસ્થિત રહે તે માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન ની સુવિધા પણ ઉપલબ્ધ બનાવાઈ છે. ત્યારે આ ખેડૂત શિબિર નો લાભ લેવાપાટણ પંથકના ખેડૂતો સહિત ખેડૂત મિત્રો ને એપીએમસી ના ચેરમેન સ્નેહલભાઈ પટેલ દ્વારા અપીલ કરવામાં આવી છે.
અહેવાલ યશપાલ સ્વામી