fbpx

પાલિકા તંત્ર ના અણધડ વહીવટ ના કારણે છેલ્લા એક વષૅ થી પાલિકા મા પાણી માટે ના મોટર સંપ ધૂળ ખાઈ રહ્યા હોવાના કોંગ્રેસના આક્ષેપ…

Date:

પાટણ તા. ૧૪
એક તરફ પાટણ શહેરમાં ગરમી નો પ્રકોપ દિવસે દિવસે વધી રહ્યો છે. તો બીજી તરફ શહેરના વિવિધ વિસ્તારોમાં કોઈ ના કોઈ કારણસર પાલિકા દ્વારા અપાતું પાણી ઓછા ફોસૅ થી અથવા તો ઓછા સમય માટે આપવામાં આવતું હોવાની બુમરાણ ઉઠવા પામી છે. એક તરફ પાલિકા દ્વારા પાણી વેરો ડબલ કરવામાં આવ્યો છે તો બીજી તરફ ઉનાળાની સિઝન મા જ શહેરીજનોને ભોગવવી પડતી પાણીની સમસ્યા ને લઇ લોકો મા પાલિકાપ્રત્યે નારાજગી ઉભી થવા પામી છે.

ત્યારે પાલિકા મા અંદાજે એક વષૅ પહેલા પાણી માટે મંગાવવામાં આવેલ મોટર સંપ બિન ઉપયોગી બની ધૂળ ખાતા પડી રહ્યા હોવાના આક્ષેપ પાલિકા ના પૂવૅ નગરસેવક અને શહેર કોગ્રેસ પ્રમુખ દિપકભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. શહેર કોગ્રેસ પ્રમુખ ના આક્ષેપો બાબતે પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર ને પુછતાં તેઓએ જણાવ્યું હતું કે જે ફિલ્ટર પ્લાન્ટ ઉપર હાલમાં મોટરો પડી છે તેમાં 100 hp ના બે હોલ્ડર પંપ ફિલ્ટર પ્લાન્ટમાં ઇમર્જન્સીમાં સંપ મા ઉતારવા માટેની મોટર છે.

બીજા પાંચ 40 hp ના ફોલ્ડર પંપ છે જે અલગ અલગ સંપ માં ઉતારવાના હોય તેની માટે સ્પેરમાં રાખવા માં આવેલા છે. તો લોખંડની છ ની એમએસ પાઈપો અને અન્ય જરૂરિયાત મુજબની સામગ્રી લાવવાની હોય જે ખરીદીમાં હોય ખરીદી કર્યા પછી આ પાંચ પંપ અલગ અલગ સંપ માં ઉતારવામાં આવશે તેમ જણાવી શહેરમાં સજૉયેલી પાણીના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પાલિકા હમેશા તત્પર હોવાનું પણ તેઓ એ જણાવ્યું હતું.

સાથે સાથે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે પાટણ ના કહેવાતા કોગ્રેસના એકટીવ ધારાસભ્ય દ્વારા પોતાના વિસ્તારમાં જ નવીન પાણી નો સંપ બનાવવા પોતાનો વિરોધ નોધાવી રહ્યા છે. ત્યારે શહેર કોગ્રેસ પ્રમુખ નગરજનોની વાહ વાહી મેળવવા પાણી મામલે પાલિકા સામે ખોટા આક્ષેપો કરી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

ગાંધી સુંદરલાલ પ્રાથમિક કન્યા શાળાના શિક્ષિકા અને ધો. 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો..

ગાંધી સુંદરલાલ પ્રાથમિક કન્યા શાળાના શિક્ષિકા અને ધો. 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.. ~ #369News